36 C
Ahmedabad
Monday, May 20, 2024

ખેલ મહાકુંભના યોદ્ધાઓનું ‘સ્વેગથી સ્વાગત’, ઓલિમ્પિકમાં થતું હોય તેવું સ્વાગત, જુઓ Video


હાલ અરવલ્લી જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ ચાલી રહી છે, આ વચ્ચે જિલ્લાના વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અલગ-અલગ રમતોમાં જોડાઈને રમત ક્ષેત્રે પોતાની પ્રતિભાઓ દર્શાવી રહ્યા છે. આ વચ્ચે ધનસુરા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ચક્ર ફેંક અને દોડમાં ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો. શાળામાં પરત ફરેલા રમતવીરોનો ભવ્ય સ્વાગત કરવામાં આવતા વિદ્યાર્થીઓ પણ ઝૂમી ઉઠ્યા હતા. આ પ્રકારના સ્વાગતથી રમતવીરોમાં ઉત્સાહ વધે છે.

Advertisement

ધનસુરા તાલુકાનો ખેલમહાકુંભ 2022 વિદ્યાર્થીનીઓની એથ્લેટિક્સ રમતો વડાગામ સ્થિત શ્રેયસ હાઈસ્કૂલમાં યોજાઈ હતી, જેમાં અંડર 14 ની રમતોમાં કેનપુરકંપા પ્રા શાળા ની વિદ્યાર્થીની ખાંટ ધરતી પ્રવિણભાઈ એ ચક્ર ફેંક માં તથા નાયકા ધર્મિષ્ઠા કરશનભાઈ એ 400 મી દોડ માં સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમાંકે તેમજ ખાંટ ભૂમિ નરસિંહભાઈ 200 મી દોડમાં દ્રિતિય નંબર મેળવ્યો હતો. ઉપરાંત 50 મીટર દોડ માં પગી કિંજલ શૈલેષભાઈ રનર અપ તેમજ 100 મી દોડમાં ખાંટ તારા રાજુભાઈ રનર્સ અપ રહયા હતા. તમામ વિદ્યાર્થીનીઓનાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન તેમજ અન્ય વિદ્યાર્થીઓને પણ વધુ પ્રોત્સાહન મળી રહે તે બદલ શાળાનાં મુખ્ય શિક્ષક સુમનભાઈ પટેલ તેમજ સમગ્ર સ્ટાફ મિત્રો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પ વર્ષા, ઢોલ નગારાં સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું તેમજ પુષ્પગુચ્છ આપી સન્માનિત પણ કરવામાં આવ્યાં.આ એક નવિન અભિગમનો વિચાર શાળાનાં શિક્ષક પંકજ સોલંકી તેમજ શ્રી નિલેષભાઈ પટેલે અન્ય વિદ્યાર્થીઓ તેમજ બાળકોમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાં અપનાવવામાં આવ્યો,જેથી શાળા પરિવારે પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!