38 C
Gujarat
Sunday, July 12, 2026
Home રાજનીતિ એક્શનમાં અલ્પેશ : વિધાનસભાની ચૂંટણીઓ પહેલા એક્શનમાં આવ્યા, ન્યાય અપાવવા માટે કરી...

એક્શનમાં અલ્પેશ : વિધાનસભાની ચૂંટણીઓ પહેલા એક્શનમાં આવ્યા, ન્યાય અપાવવા માટે કરી આ વાત

0
331

વિધાનસભાની ચૂંટણીઓ પહેલા અેક્શનમાં આવ્યા છે. ઠાકોર સમાજના બહિસ્કારથી અલ્પેશ ઠાકોર આક્રમક મોડમાં નજરે પડ્યા હતા. અલ્પેશ ઠાકોર આ મામલે ફરીયાદ કરવાના મૂડમાં નજરે પડ્યા હતા. કુવાસણ ગામે પાટીદારો એ ઠાકોર સમાજનો બહીષ્કાર કર્યો હતો. જો સમાધાન નહીં થાય તો પોલીસ ફરીયાદ કરવામાં આવશે તેવું અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું.

પાટીદારોએ કહ્યું હતું કે, ઠાકોર સમાજ સાથે કોઈ વ્યવહાર કરવો નહીં ત્યારે અલ્પેશ ઠાકોરે સમાધાન કરવાની વાત કરી હતી અને જો સમાધાન નહીં થાય તો હું જાતે વિસનગર પોલીસ સ્ટેશનમાં જઈ ફરીયાદ કરીશ તેવું અલ્પેશ ઠાકોરે કહ્યું હતું.

ગામ વચ્ચે વાત કરતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે, મે ચિઠ્ઠી કાગળ જોઈ છે આ આપણું ગુજરાત છે અને આપણા બધાના અલગ અલગ પ્રશ્નો છે. જ્ઞાતિ જાતિના કારણે આખુ ગુજરાત લડે તેવું ના બને. આ ચિઠ્ઠી માટે યોગ્ય રસ્તો કરો. ગામ વચ્ચે સમાધાન કરો અને આ સમાધાન થાય તેવું હું ઈચ્છું છું. જો આવું નહીં થાય તો હું જાતે જઈ વિસનગર પોલીસ સ્ટેશનની અંદર જઈ ફરીયાદ દાખલ કરીશે તેવી વાત કહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!