27.3 C
Gujarat
Friday, August 21, 2026
Home ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં સોશિયલ મીડિયા ટીમ તૈયાર, 150...

વિધાનસભા ચૂંટણી 2022 : ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં સોશિયલ મીડિયા ટીમ તૈયાર, 150 કાર્યકરોની વરણી

0
309

મેરા ગુજરાત, અમદાવાદ

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તૈયારીઓનો ધમધમાટ તેજ કરી દેવાયો છે, આજના સોશિયલ મીડિયા યુગમાં ટીમ સોશિયલ મીડિયા તૈયાર કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના દ્વારા ગુજરાતના અલગ-અલગ ઝોનમાંથી યુવાઓની નિમણૂક કરાઈ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયાનું નવુ માળખું જાહેર કરાયું છે, જેમાં રાજ્યના અલગ -અલગ ઝોનમાંથી 150 થી વધારે કાર્યકરોને સ્થાન આપવામાં આવ્યું છે, તમામ જિલ્લા અને શહેર પ્રમુખની પણ વરણી કરવામાં આવી છે. ગુજરાત કોગ્રેસ પ્રદેશ પ્રવક્તા મનિશ દોશીએ વધુ જાણકારી આપતા જણાવ્યું કે, નવી સોશિયલ મીડિયા ટીમમાં 15 ઉપપ્રમુખ, 30 મહામંત્રી, 44 મંત્રી તથા 60 એક્ઝિક્યૂટીવ કમિટી મેમ્બર જાહેર કરવામાં આવ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષ ની વિચારધારા જન જન સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયા નું નવું માળખું જાહેર કરાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!