37.6 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ગુજરાત અરવલ્લી : શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા મિત્ર મંડળ મોડાસા દ્વારા શરદોત્સવ...

અરવલ્લી : શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા મિત્ર મંડળ મોડાસા દ્વારા શરદોત્સવ 2023 યોજાયો, ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા

0
358

શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા મિત્ર મંડળ મોડાસા દ્વારા શરદોત્સવ 2023 શ્રી મુકુન્દ એસ શાહ ના પ્રમુખ સ્થાને ખડાયતા છાત્રાલય ના પટાંગણ માં યોજાયો હતો. જેમાં વિશા ખડાયતા જ્ઞાતિના કોવાડિયા, મોદી, સમુદાય ના ભાઈઓ, બહેનો અને બાળકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં બાળકો માટે ભાઈઓ અને બહેનો માટે બેસ્ટ ડ્રેસ અને બેસ્ટ એક્ટિંગ તથા 40 વર્ષથી નીચેની બહેનો અને ભાઈઓ માટે અને 40 વર્ષથી ઉપરની બહેનોને ભાઈઓ માટે બેસ્ટ ડ્રેસ, એક્ટિંગ તથા બેસ્ટ કપલ ના ઇનામો રાખવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમ માટે નિખિલ એસ શાહ, કામેશ બી શાહ, રાજુભાઈ એ શાહ, ડૉ આર. સી. મહેતા તથા સૌ વડીલો અને જ્ઞાતિજનો તરફથી આર્થિક સહકાર ઉધાર હાથે આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં મિત્ર મંડળના હોદ્દેદારો અને જ્ઞાતિજનો તરફથી ખુબ સુંદર પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ભોજન ત્યારબાદ ગરબા અને પછી નાસ્તો તથા દૂધપૌઆ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સુભાષભાઈ એમ શાહ, બીપીનભાઈ આર શાહ અને કે એમ શાહ દ્વારા જ્ઞાતિજનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ખડાયતા છાત્રાલય તથા મોડાસા નગરપાલિકા, નૈનેશ ડેકોરેટર્સ તથા સૌરીન શાહનો આભાર માનવામાં આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!