અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગ્દર્શન હેઠળ જીલ્લાના મુખ્ય અને અંતરિયાળ માર્ગો પરથી થતી દેશી-વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે સંકજો કસ્યો છે મોડાસા ટાઉન પોલીસે ગણેશપુર નજીક જ્યુપિટરમાંથી 30 હજારનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો ઈસરી પોલીસે નીલકંઠ ગામ નજીકથી 44 હજારથી વધુનો વિદેશી દારૂ ભરી પસાર થતી ઇકો કારનો ફિલ્મીઢબે પીછો કરતા રમાડ ગામ નજીક બુટલેગર બિનવારસી મૂકી ફરાર થતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મોડાસા ટાઉન પીઆઈ ડી.કે.વાઘેલા અને તેમની ટીમે ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા ગણેશપુર ગામ નજીક બુટલેગર જ્યુપિટરમાં વિદેશી દારૂ ભરી આવી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી બાતમી આધારીત જ્યુપિટરને અટકાવવાનો પ્રયાસ કરતા બુટલેગરે મોપેડ ફુલસ્પીડે હંકારી મૂકી ખેતરો તરફ જવાના રસ્તા પર મૂકી ફરાર થઇ જતા પોલીસે જ્યુપિટરની ડેકી અને થેલામાં રહેલ વિદેશી દારૂની બોટલ નંગ-252 કીં.રૂ.30720/- મળી રૂ.1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અન્ય એક બનાવમાં ઇસરી પોલીસે ફિલ્મીઢબે ઇકો કારનો પીછો કરી રમાડ ગામ નજીકથી કારમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-93 કીં.રૂ.44415/- સહીત 3.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા