માતૃભૂમિ વલસાડની સામાજિક સંસ્થા શ્રી એમ. એસ. પી સંઘ દ્વારા ૨૦૧૫ માં હીરક મહોત્સવનું ચેરમેન પદ સાથે સંસ્થાએ “શ્રેષ્ઠ દાનવીર” તરીકે બિરુદ અપાયું
અરવલ્લી જિલ્લાના મોડાસાની સાયન્સ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા મનોજભાઈ ગોંગીવાલા એ માં અંબેનુ આરાધનાનું પર્વ ચૈત્રી નવરાત્રિ થી ઓરિજીનલ “ગલુકો બિસ્કિટસ્ – પાર્લે જી” નું સમર્પણ સેવા જુદી જુદી સંસ્થાઓ અને પ્રદેશમાં જેવીકે ગ્રામ્ય વિસ્તારની શાળાઓ, વૃધ્ધાશ્રમ, વિકલાંગ આશ્રમ, મંદીરો, વિસામો, હોસ્પિટલસ્ ના દર્દીઓ, નિવાસી શાળાઓ, અંધજન શાળા જેવી અનેક વિવિઘ સંસ્થાઓમાં આસો સુદ નવરાત્રી સુઘી માં નવલાખ જેટલાં બિસ્કિટસ્ નું સમર્પણ નીસ્વાર્થ ભાવે કર્યું તેમજ ગવર્મેંટ કોજેંટ યુનિટના પંચ પ્રકલ્પના કોઓર્ડીનેટર તરીકે વિવિધ વિદ્યાશાળા ઓમાં પચીસથી વધુ “ચર્ચાસભા” ઓ અંતર્ગત વિવિધ પ્રકારના પ્રકલ્પ વિશે બાળકોને માહિતગાર કર્યા.
માતૃભૂમિ વલસાડની સામાજિક સંસ્થા શ્રી એમ. એસ. પી સંઘ દ્વારા ૨૦૧૫ માં હીરક મહોત્સવ નું ચેરમેન પદ સાથે સંસ્થા એ “શ્રેષ્ઠ દાનવીર” અને કર્મભૂમિ મોડાસા અરવલ્લી મા આવેલ દેવરાજ ધામે થી પરમ પૂજ્ય ગુરુદેવ ધનગીરી બાપુના વરદ હસ્તે પચાસ થી વધુ વખત રક્તદાતા તરીકે “દેવરાજ સમાજ રત્ન” ના પારિતોષિકો મેળવ્યા છે. તેઓશ્રી દ્વારા વિવિઘ સંસ્થામાં તિથિ ભોજન માટે પણ સમર્પણ કરેલ છે. તેમનો દિકરો જતિન અમેરિકા ખાતે ડેટા સાયન્ટિસ્ટ તરીકે સ્થાઈ છે. માં ની આરાધનાનુ આ પાવન પર્વ આસો નવરાત્રીના અવસરે શ્રી. મનોજભાઈ સર્વે સંસ્થા ઓનો સહ સ્નેહ આભાર વ્યક્ત કર્યો હતો.