32.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસાના ઈટાડી ગામે બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિરનો મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

અરવલ્લી : મોડાસાના ઈટાડી ગામે બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિરનો મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

0
440

મોડાસા તાલુકાના ઈટાડી ગામે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ બે દિવસીય કાર્યક્રમ યોજાયો હતો.જેમાં શુક્રવારે મહિલા સંમેલન, શૌભાયાત્રા અને સત્સંગ સભા યોજાઈ હતી. જયારે શનિવારે વિશ્વશાંતિ મહાયાગ, પ્રતિષ્ઠા વિધિ અને પ્રતિષ્ઠા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હરિભકતો જોડાયા હતા. આ પ્રસંગે સાધુ મંગલપુરુષદાસ (કોઠારી સ્વામી, હિંમતનગર) સાઘુ નિર્મલચરણદાસ, સાધુ ત્યાગમૂનિદાસ તથા ઈટાડી સત્સંગ મંડળના રમેશભાઈ એમ પટેલ અને ધીરુભાઈ એમ.પટેલ સહિત ભકતો ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન સ્વામિનારાયણની અને પૂજય પ્રમુખ સ્વામી મહારાજની કૃપા વર્ષાથી ઈટાડી ગામને આંગણે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રગટ બ્રહ્મસ્વરુપ પ.પૂ.મહંતસ્વામી મહારાજના પુનિત કરકમળી દ્વારા પ્રતિષ્ઠીત થયેલ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ વરિષ્ઠ સંતોના શુભ હસ્તે યોજાઈ હતી.જેમાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં હરિભકતો જોડાયા હતા. અને આ બેદિવસીય શ્રી સ્વામીનારાયણ મંદિરનો મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે પૂરો થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!