30 C
Ahmedabad
Monday, April 29, 2024

વર્લ્ડ કપમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત: સ્ટેડિયમની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થાઃ RAF તૈનાત


પોલીસ સ્ટેડિયમની અંદર જ કંટ્રોલરુમ બનાવવામાં આવ્યો
દરેક દિગ્ગજ માટે અમે યોગ્ય વ્યવસ્થા કરી છેઃ પોલીસ
અમદાવાદમાં 6 હજારથી વધુ પોલીસ ખડેપગે રહેશે;
ઓસ્ટ્રેલિયા-ભારતના PM સહિત 8 રાજ્યના CM ફાઈનલ જોવા આવશે

Advertisement

ભારત-ઓસ્ટ્રેલિયા મેચને લઈ લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં સ્ટેડિયમની અંદર અને બહાર ત્રિપાંખિયો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પોલીસ દ્વારા તમામ તકેદારીના પગલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર જ કંટ્રોલરુમ બનાવવામાં આવ્યો છે. સ્ટેડિયમની અંદર RAFની ટૂકડીઓ તૈનાત રહેવા અંગે પોલીસ કમિશ્નરે માહિતી આપી છે. આ અંગે અમદાવાદ પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, PM મોદી, ઓસ્ટ્રેલિયાના ડે.પીએમ આવવાના છે. જેની સાથે જ દેશના 8 રાજ્યના મુખ્યમંત્રી પરિવાર સાથે હાજર રહેશે. આ ઉપરાંત જ ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયન ડેલીગેશન પણ આવશે. ક્રાઈમ બ્રાન્ચ, ATS, RAF, SRP સહિતની કંપનીઓ તૈનાત રહેશે.

Advertisement

પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, આજે સાંજે અમે સુરક્ષાનું રિહર્સલ પણ કરવાના છીએ. તેમ લોકોને અપીલ છે કે મેટ્રોનો જ વધુ ઉપયોગ કરે છે. પોતાના વાહન લાવશે તો ટ્રાફિક સંભાળવો મોટો પડકાર છે. હજુ સુધી કોઇ ડુપ્લિકેટ ટિકિટ પકડાઇ નથી તેમ પણ પોલીસે જણાવ્યું છે.

Advertisement

આ ઉપરાંત મેચ જીત્યા બાદ લોકો દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવશે અને તેના સુરક્ષા અંગે પોલીસે જણાવ્યું કે, મેચ બાદ જો રોડ શો યોજાય તો પોલીસ દ્વારા તૈયારીઓ છે. આ સાથે જ સુરક્ષાને ધ્યાનમાં લઈને બહારથી 2 હજાર પોલીસ બોલાવવામાં આવી છે મહામુકાબલાને લઈ અમદાવાદ શહેરમાં લોકોની વ્યવસ્થા અને સુરક્ષા માટે પોલીસ વિભાગ સજ્જ થઈ ગયું છે. સુરક્ષા-વ્યવસ્થા જાળવવા માટે IG-DIG 4, DCP 23 અને RAF 1 સહિત ટોટલ 6 હજાર પોલીસ કર્મીઓ હાજર રહેશે. તેમજ કોમ્યુનલ વિસ્તારમાં પણ સુરક્ષા વ્યવસ્થા રાખી છે. 4 હજાર કરતા વદારે પોલીસ-સુરક્ષા જવાનોની ઘેરાબંધી કરવામાં આવશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!