અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકની અઘ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન, સરકારી લેણાં, કર્મચારીઓને મળતા લાભ, લોક અરજીના નિકાલ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા પણ સૂચન કરાયા.
ધારાસભ્ય પી.સી. બરંડા દ્વારા દરેક લોકો સુધી પૂરતું પાણી પોહચી રહે તે માટે પૂરતા આયોજન કરવા જણાવ્યું અને સરકારની યોજનાઓ લોકો સુધી પોહચે અને પૂરો લાભ મળે તે માટે કામગીરી કરવા જણાવ્યું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દીપેન કેડિયા, નિવાસી અધિક કલેક્ટર એન. ડી. પરમાર,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાજેશ કુચારા સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં