32.6 C
Gujarat
Monday, August 31, 2026
Home ક્રાઇમ અરવલ્લી : બાયડના બળિયાદેવ ગામની કોતરોમાંથી 1.85 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત...

અરવલ્લી : બાયડના બળિયાદેવ ગામની કોતરોમાંથી 1.85 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો,બુટલેગર મહેન્દ્રસિંહ સોલંકી ફરાર

0


અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂના વેપલાને અટકાવવા બાતમીદારો સક્રિય કરી બુટલેગરો સામે લાલ આંખ કરી છે બાયડ પોલીસે ડેમાઈ આઉટ પોસ્ટ વિસ્તારના બળિયાદેવ ગામ નજીક આવેલ વાઘાં-કોતરો સંતાડેલ વિદેશી દારૂ અને બિયર ટીન 1102નો જથ્થો જપ્ત કરી પોલીસ રેડ જોઈ ફરાર થઇ જનાર બળિયાદેવના બુટલેગર મહેન્દ્રસિંહ ઉર્ફે અજમેલજી સોલંકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 20 જેટલા વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરો સક્રિય હોવાનું જાગૃત નાગરિકો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ હતી

બાયડ પીએસઆઇ પટેલીયા અને તેમની ટીમે ડેમાઈ આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા બળીયાદેવ ગામમાં વાઘાં-કોતરમાં વિદેશી દારૂ સંતાડી વેચાણ થતું હોવાની બાતમી મળતા પોલીસ બાતમી આધારીત સ્થળે પોલીસ ત્રાટકતા કોતરમાં દારૂનો અડ્ડો ચલાવતો મહેન્દ્રસિંહ ઉર્ફે અજમેલજી ગુલાબસિંહ સોલંકી ફરાર થઇ જતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ-બિયર ટીન નંગ-1102 કીં.રૂ.185700/-નો જથ્થો જપ્ત કરી ફરાર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!