37 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અરવલ્લીઃ ગાબટ ગામે એક જ કોમના બે જુથો વચ્ચે જુથ અથડામણમાં સામસામે...

અરવલ્લીઃ ગાબટ ગામે એક જ કોમના બે જુથો વચ્ચે જુથ અથડામણમાં સામસામે પથ્થરમારોઃ બંને પક્ષે 72 લોકો સામે ફરિયાદ

0
132

ગાબટ ગામે મસ્જિદના મૌલવીને બદલવા તેમજ નિયાજના ફાળા બાબતે ઉગ્ર બોલાચાલી બાદ બંને પક્ષે પથ્થરમારો થતાં મામલો ગરમાયો હતો

બાયડ તાલુકાના સાઠંબા પોલીસ મથકના ગાબટ ગામે મસ્જીદના મોલવી તેમજ નિયાજના ફાળા બાબતે બોલાચાલી થયા બાદ સામ-સામે પથ્થરમારો થતાં સાઠંબા પોલીસ મથકે બંને પક્ષે કુલ ૭૨ લોકો સામે ફરીયાદ નોંધાયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

સાઠંબા પોલીસ મથકે સલીમભાઈ મુસાભાઈ પટેલે નોંધાવેલી ફરીયાદ અનુસાર તા.૧૭-૧૧-૨૦૨૩ના સાંજના સુમારે આસીફભાઈ ચડી ફોન ઉપર ગામના તાહીરભાઈ ગાબટીયા ફોન આવેલ કે નામોનું લીસ્ટ મોકલેલ છે. માણસોના નિયાજનો ફાળો પાછો માગે છે. તેવી વાત કરતા હતા નિયાજનો ફાળો ભેગો કરેલ હતો તેમાંથી આપેલ ફાળો પાછો આપવા માટે ઘરેથી નિકળી આસીફભાઈ ચડી. રહીરાભાઈ પટેલ, સલ્લાઉદ્દીન, ધોધવાળા ફળીયામાં ફાળો પરત આપવા માટે ગયેલ હતા નજીક આવેલ વલ્લી ચોક પાસે મોહીનભાઈ મોડાસીયા તથા સદામભાઈ તેમજ અન્ય માણસો આવી વલ્લી ચોકમાં રસ્તા ઉપર ઉભા હતા કહેલ કે ફાળો પાછો આપવા નિકળ્યા છો તેમ કહી બુમાબુમ કરતા તેમજ અન્ય માણસો જેમ ફાવે તેમ ગાળો બોલી ઈંટો તથા પથ્થર મારવા લાગ્યા હતા માથાના ભાગે અનેકને ઈજાઓ પહોંચી હતી. તેમજ માણસો કહેતા હતા કે હવે પછી મસ્જીદ બાબતે કંઈ બોલશો તો તમને જીવતા નહીં છોડીએ તેવી જીનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાઠંબા પોલીસે સલીમભાઈ મુસાભાઈપટેલ(રહે.ગાબટ)ની ફરીયાદ નોંધી ૩૪ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે સામાવાળા પક્ષે સદામહુસેન અયુબભાઈ મોડાસીયાની ફરીયાદ અનુસાર સોહેબભાઈ, જાકીરભાઈ જેથરા શુક્રવારના દિવસની નમાજ પઢાવવા માટે મૌલવી સાહેબ લેવા માટે નિકળેલા તે વખતે રહીમભાઈ પટેલ ફોન કરી આજના દિવસની નમાજ માટે મૌલવી લાવવાની વાત કરતા તેઓ બાલાસિનોરના મોલવીને બીજા માણસો વિરોધ કરશે તેમ જણાવી ગાબટ શેખવાડા વાળી મસ્જીદના મૌલવીના છોકરા જોડે નમાજ પઢાવી લેવા કહેતા હતા કુટુંબીઓને મૌલવી છુટા કરેલ હતા તેઓને ભેટમાં પૈસા ઉઘરાવીને આપેલ હતા તે પૈસા પણ પરત આપી દિધેલ હતા આ નિયાજનો ફાળો નિયાજ કમીટી વાળા આસીફભાઈ, સલ્લાઉદ્દીન, રહીશભાઈ, રીજવાનભાઈ તેમજ અન્ય માણસો નિયાજના ફાળાના સત્તાવીસ ડબ્બા લઈ જા તેમ કહેતાં ફાળાના પૈસા પરત લેવાની ના પાડતા મા-બહેન સામે ગાળો બોલી ફરીયાદી સાહેદ તથા આરોપી વચ્ચે મસ્જીદના મૌલવી તેમજ નિયાજના ફાળા બાબતે આ કામના આરોપી નં. ૧થી ૩૮ નાઓ ફરીયાદી ને તથા સાહેદોને મા-બહેન સામી ગાળો બોલી તમામ આરોપી એક સંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી સાહેદ જાકીરભાઈ જેથરાને પગ પર પથ્થર મારી જાનથી નારી નાખવાની ધમકી આપી હતી.સદામહુસેન અયુબભાઈ મોડાસીયા ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બાયડ તાલુકાના ગાબટ ગામે મૌલવી બાબતે બોલાચાલી થયા બાદ સામ-સામે પથ્થર વડે’ હુમલો કરતા સામ સામે પોલીસ ફરીયાદ નોંધાવા પામી હતી. સામ સામે પોલીસ ફરીયાદ નોંધાતા ૭૨ સામે ગુનો નોંધાયા હતા.તમામ આરોપી ગાબટના હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!