37 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines પંચમહાલ : ગોધરા-દાહોદ હાઈવે પર બે લક્ઝરી વચ્ચે અકસ્માત,4ના લોકોના મોત, 30...

પંચમહાલ : ગોધરા-દાહોદ હાઈવે પર બે લક્ઝરી વચ્ચે અકસ્માત,4ના લોકોના મોત, 30 ઈજાગ્રસ્ત

0
128

પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા-દાહોદ હાઈવે પર આવેલા ગઢચુંદડી ગામ પરવડી ચોકડી પાસે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. જેમા બે લકઝરી બસ વચ્ચે અકસ્માત થયો હતો.બસમાં સવાર ચાર લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય 30 જેટલા ઘાયલ લોકોને ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા છે.અકસ્માતની જાણ થતા તંત્રના અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.અકસ્માત વહેલી સવારે સાડાત્રણની આસપાસ થયો હોવાની માહીતી મળી રહી છે.અકસ્માતના પગલે ગોધરા સિવીલ હોસ્પિટલનુ સંકુલ 108ની સાયરનોથી ગુંજી ઉઠ્યુ હતુ.મોતના પગલે તેમના પરિવારજનોમાં પણ ગમનો માહોલ છવાઈ ગયો હતો. બે લોકોને ગંભીર ઈજા થતા વડોદરા સારવાર માટે ખસેડવામા આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઈન્દોરથી અમદાવાદ જઈ રહેલી એક લકઝરી બસમાં ખામી સર્જાતા હાઈવે પર પાર્ક કરીને તેમા રીપેરીંગની કામગીરી કરવામા આવી રહી હતી.તે સમયે આ માર્ગ પરથી પસાર થતી એક અન્ય લકઝરી બસના ચાલકે સ્ટેરીગં પરનો કાબુ ગુમાવતા માર્ગ પર ઉભેલી બસને ટકકર મારી દીધી હતી.પરિણામે બસ બાજુના એક ખાડામા ઉતરી જતા તેમા બેઠેલા મુસાફરોમા ચીસાચીસ પડી જવા પામી હતી.અકસ્માતની જાણ થતાની સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી.તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને ગોધરા સિવિલ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.સાથે આ અકસ્માતમાં એક મહિલા, બે બાળક સહિત 4ના મોત થયાની ખબર પ્રાપ્ત થઈ રહી છે.તંત્રના અધિકારીઓ પણ ગોધરા સિવિલ ખાતે પહોચ્યા હતા. અને પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો.30 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ગોધરા ખાતે ખસેડાયા હતા. સાથે સાથે બે લોકોને વધુ ઈજા પહોચતા વડોદરા ખાતે ખસેડવામા આવ્યા છે. ઈજાગ્રસ્તોમેં જ્યોતિબેન ઉમંગભાઈ, ગ્યાનશીબેન પ્રકાશભાઈ,અનિતાબેન,સુર્યાશભાઈ,ક્રિશ,શુભશર્મા, સમૃધ્ધી શર્મા,કરણસિંહ પારગી,સમૃધ્ધિશર્મા નો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!