રાજ્ય સરકાર દ્વારા આર.ટી. ની કામગીરીમાં સમયાંતરે બદલાવો કરતી હોય છે, મોટાભાગની સેવાઓ ઓનલાઈન કરી દીધી છે, જોકે આર.ટી.ઓ. વિભાગની કામગીરી અને આર.ટી.ઓ સમયમાંતરે ચર્ચાઓમાં આવતી હોય છે. આવી જ એક આર.ટી.ઓ. અરવલ્લી જિલ્લાની છે કે, જ્યાં સવારથી જ ભારે ભીડ અરજદારોની અને દલાલોની રહેતી હોય છે પણ 21 નવેમ્બર 2021 ને મંગળવારના રોજ અચાનક સમગ્ર જિલ્લામાં ચર્ચાઓ ચાલી કે, આર.ટી.ઓ. કચેરીમાં ચેકિંગ છે, જોકે ચેકિંગ કે તપાસ શું હતું તે ચોક્કસ કારણ જાણી શકાયું નથી પણ આર.ટી.ઓ. કચેરીમાં તપાસ કરતા અહીં સન્નાટો વ્યાપી ગયો હતો, આ સન્નાટો એક વાત તો ચોક્કસ કહી જાય છે કે, કંઈક તો લોચો છે.
પ્રાપ્ત માહિતી મુજબ અરવલ્લી જિલ્લા આર.ટી.ઓ. કચેરીમાં થોડા વર્ષો પહેલા ગાંધીનગર થી ઉચ્ચ અધિકારીઓની ઓચિંતી તપાસ આવી હતી, જેમાં ઘણાં એજન્ટ હોવાનું સામે આવ્યું હતું અને પોલિસ કાર્યવાહી પણ થઈ હતી. ફરીથી વર્ષ 2023માં દિવાળી નવા વર્ષની શરૂઆતમાં જ આવી જ હલચલ જોવા મળતા અનેક ચર્ચાઓ ચાલી હતી. અહીં કામ કરતા ચોકીદાર કે, આઉટસોર્સિંગ કર્મચારી કે પછી અધિકારીઓ કે કર્મચારીઓ કંઈપણ કહેવા તૈયાર નહોતા. તમામના મોંઢે થી એક જ જવાબ હતો કે, કંઈ થયું નથી.
સામાન્ય રીતે આર.ટી.ઓ. કચેરીમાં સવારથી લઈને બપોર સુધી ભારી ભીડ જોવા મળતી હોય છે, જોકે મંગળવારનો દિવસ અહીં સન્નાટો લઇને આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. અધિકારીઓની તપાસ આવી છે, આવી ચર્ચાઓથી સમગ્ર આર.ટી.ઓ. કચેરીના કંપાઉન્ડમાંથી દલાલો ગાયબ થઈ ગયા હોવાની વાતો વહેતી થઈ હતી. ત્યારે એક વાત તો ચોક્કસ છે કે, કંઈક તો થયું છે…