30 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અરવલ્લી : SP શૈફાલી બારવાલે બે પોલીસકર્મીઓની બદલી કરતા પોલીસ બેડામાં અનેક...

અરવલ્લી : SP શૈફાલી બારવાલે બે પોલીસકર્મીઓની બદલી કરતા પોલીસ બેડામાં અનેક તર્ક વિતર્ક

0
256

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે બે પોલીસ કર્મીઓની બદલી કરતા પોલીસતંત્રમાં અનેક ચર્ચાઓનો દોર શરુ થયો છે જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ અને કર્મીઓ ની બદલી સતત વિવાદિત મુદ્દો પોલીસબેડા માટે રહ્યો છે જીલ્લા SP શૈફાલી બારવાલ જીલ્લા પોલીસતંત્રમાં બદલીઓનો દોર યથાવત રાખ્યો છે જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલ પ્રોહિબિશનની શખ્ત અમલવારી માટે કટિબદ્ધ હોવાનું ચાર્જ સંભાળતાની સાથે મીડિયાને જણાવી બુટલેગરો માટે સૂચક સંદેશ આપ્યો હતો

અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મીઓ સરકારનો પગાર લઈ બુટલેગરો સાથે ભાઈબંધી નિભાવવા જતા સસ્પેન્ડ થઇ ચુક્યા છે જીલ્લા પોલીસતંત્રમાં ઉધઈની માફક ભ્રષ્ટાચાર પોલીસની છબીને કોરી રહ્યો હોવાની બૂમો સતત ઉઠતી રહી છે જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે બાયડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી રવિકુમાર પંકજભાઈની બદલી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રશાંતકુમાર રમેશચંદ્રની બદલી સાઠંબા પોલીસ સ્ટેશનમાં વહીવટી કારણોસર જાહેરહિતમાં બદલી કરી તાત્કાલિક બદલી સ્થળે હાજર થવા અંગે તાકીદ કરી છે દિવાળી પર્વમાં પોલીસતંત્રમાં ભારે ઉલટફેર જોવા મળશેની ચર્ચા વચ્ચે ફક્ત બે પોલીસકર્મીઓની બદલીએ અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!