અરવલ્લી જીલ્લાના પોલીસ અધિક્ષક શૈફાલી બરવાલે જીલ્લા પોલીસ તંત્રને ફેટલ એક્સીડેન્ટના વણઉકલ્યા ગુનાઓને ઉકેલવાની દિશામાં કામગીરી હાથ ધરવા સુચના આપ્યા બાદ જીલ્લાનું પોલીસ તંત્ર પણ પરિણામલક્ષી કામગીરી કરવા તૈયાર થઈ ગયું છે.
બાયડ પોલીસ મથક વિસ્તારમાં તા 19’નવેમ્બરના 23’ના રોજ એક અજાણ્યો વાહનચાલક બાઈક ચાલકને ટક્કર મારી મોત નિપજાવી ભાગી છુટયો હતો. જેનો ગુનો બાયડ પોલીસ મથકે નોંધાયા બાદ બાયડ પોલીસે ગુનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી, વાહનના આગળના કાચ પર લખેલા નામ પરથી આજુબાજુના વિસ્તારોમાં સઘન તપાસ કરી વાહનનો નંબર મેળવી પોકેટકોપ મોબાઇલની મદદથી સર્ચ અકસ્માત સર્જનાર વાહન ચાલક આરોપી સિકંદરભાઈ રહિમભાઈ મલેક રહે. ગંગાપુર પો. શાહપુર તા. કઠલાલ જી. ખેડાને વાહન સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.