અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે ભિલોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને હત્યાની કોશિષમાં સંડોવાયેલ રાજસ્થાન ઉખેડી માલી ફલા ગામના મુકેશ કાંતિ ભગોર નામના બુટલેગરને રાજસ્થાન સરહદ નજીક આવેલ ભાણમેર ગામના બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
ભિલોડા પોલીસે નગરમાં પેટ્રોલીંગ હાથધરતા છેલ્લા કેટલાય વર્ષોથી ભિલોડા પોલીસ ને હાથતાળી આપનાર કુખ્યાત રાજસ્થાની બુટલેગર મુકેશ કાંતિ ભગોરા ઝાંઝરી બોર્ડરથી ભાણમેર ગામમાં આવી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસ ખાનગી વાહનમાં ભાણમેર પહોંચી વોચ ગોઠવી દીધી હતી બાતમી આધારીત બૂટલેગર ભાણમેર બસ સ્ટેન્ડ નજીક ઉભો જોવા મળતા પોલીસે કૂખ્યાત બુટલેગરને કોર્ડન કરી દબોચી લેતા છેલ્લા કેટલાય વર્ષોથી પોલીસને હાથતાળી આપનાર બુટલેગરના મોતિયા મરી ગયા હતા