31.6 C
Gujarat
Friday, September 11, 2026
Home ક્રાઇમ અરવલ્લી : LCBએ પોકેટ કોપની મદદથી મેઘરજના આરોપી મહંમદ હુસેન મકરાણીને કસ્બામાંથી...

અરવલ્લી : LCBએ પોકેટ કોપની મદદથી મેઘરજના આરોપી મહંમદ હુસેન મકરાણીને કસ્બામાંથી દબોચ્યો, છેલ્લા એક વર્ષથી ફરાર હતો

0

અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે જીલ્લા એલસીબી પોલીસે મેઘરજ કસ્બા વિસ્તારમાંથી છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને પોકેટ કોપની મદદથી દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી


અરવલ્લી એલસીબી પીએસઆઇ એસ.કે.ચાવડા અને તેમની ટીમે મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા મેઘરજ પોલીસ સ્ટેશનમાં ગુન્હાનો આરોપી મહંમદ ઉર્ફે મહંમદ હુસેન સુબાનભાઈ ઉર્ફે સુબાનખાન મકરાણી કસ્બા વિસ્તારમાં હોવાની બાતમી મળતા તાબડતોડ કસ્બા વિસ્તારમાં પહોંચી મહંમદ મકરાણીને કોર્ડન કરી ઝડપી પાડી આરોપીનો ફોટો અને નામ પોકેટ કોપ એપ્લિકેશનમાં નાખતા આરોપી છેલ્લા એક વર્ષથી મેઘરજ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુન્હામાં સંડોવાયેલ હોવાની અને છેલ્લા એક વર્ષથી પોલીસને હાથતાળી આપતો હોવાથી અટકાયત કરી મેઘરજ પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!