પ્રેમમાં પાગલપન કે પછી ગાંડપણએ હજુ સુધી નક્કી થઇ શક્યું નથી ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઢળતી ઉંમરે પ્રેમમાં પાગલ બનેલ પુરુષ-સ્ત્રીના કિસ્સાઓ વધી રહ્યા છે વેવાઈ-વેવાણના પ્રેમ પ્રકરણો બહાર આવી રહ્યા છે વેવાઈ-વેવાણના ગળાડૂબ પ્રેમમાં અનેક દંપતીના લગ્નજીવન ખોરંભે ચઢ્યા હોવાના કે પછી સુખી સંસારમાં પલીતો ચોપાયો હોવાના કિસ્સા બહાર આવી રહ્યા છે વધુ એક વેવાઈ-વેવાણ પ્રેમ પ્રકરણ માં પતિ અને સાસરિયાઓએ પુત્ર વધુને ઘરમાંથી હાંકી કાઢતા સમગ્ર પ્રકરણ ભારે ચર્ચાસ્પદ બન્યું હતું સમગ્ર મામલો કોર્ટમાં પહોંચતા કોર્ટે પતિ ને સમજાવતા પત્નીને ઘરે લઇ ગયો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર,સાબરકાંઠા જીલ્લાના તલોદ પંથકમાં રહેતા એક દંપતિના સુખી સંસારમાં પત્નીના પિતા અને પતિની માતા વચ્ચે પ્રેમ સબંધ બંધાતા બંને એક જ દિવસે ગુમ થઇ જતા સાસરિયાઓએ પત્નીને તગેડી મૂકી હતી પતિ-પત્નીએ તલોદ પોલીસમાં જાણવાજોગ અરજી આપી હતી જોકે પોલીસ બંનેને શોધવામાં અસમર્થ રહેતા વેવાઈ વેવાણ વચ્ચે અજુગતો સબંધ હોવાની ચર્ચાએ જોર પકડતા પુત્રવધૂને પિયરની વાટ દેખાડી દીધી હતી પત્નીએ પોતાના ગુમ પિતાને શોધવા માટે હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ કરતા દીકરીના પિતા ગુમ વેવાણ સાથે શોધી કાઢ્યા હતા દીકરીના પિતાને પોલીસે હાઇકોર્ટમાં રજુ કરતા વેવાણ તેમની સાથે રહેવા દબાણ કરતા હોવાનું જણાવ્યું હતું
તલોદ પંથકમાં રહેતા દંપતીમાં પત્નીની માતાનું મૃત્યુ થતા અને પતિના પિતાનું મૃત્યુ થયું હોવાથી વેવાઈ-વેવાણ દંપતી વચ્ચે ઢળતી ઉંમરે એકલતા પણું દૂર કરવા માટે પ્રેમના અંકુર ફૂટતા દંપતીની જીંદગીમાં ભંગાણ સર્જાય તેવી સ્થિતિ પેદા થઇ હતી દંપતી ફરવા જતા વેવાઈ-વેવાણ પ્રેમમાં પાગલ બની બંને એક બીજા સાથે ઘર છોડી ફરાર થઇ ગયા હતા હાલ તો વેવાઈ વેવાણ પ્રકરણે તલોદ સહીત સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાસ્પદ બન્યું છે