29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી : પોલીસના પૂર્વ બાતમીદારે પોલીસ કર્મીઓને કાર નીચે કચડવાના પ્રયાસથી ચકચાર,...

અરવલ્લી : પોલીસના પૂર્વ બાતમીદારે પોલીસ કર્મીઓને કાર નીચે કચડવાના પ્રયાસથી ચકચાર, મોડાસા લિઓ પોલીસચોકી નજીકની ઘટના

0
178

પોલીસને કાર નીચે કચડાવાના પ્રયાસ છતાં ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નહીં નોંધાતા અનેક તર્ક વિતર્ક
સતત વિવાદમાં રહેવાની અને પોતાને સુલ્તાન મિર્જા સમજતા શખ્સ સામે પોલીસ નતમસ્તક બની રહેતી હોવાની ચર્ચા
સમગ્ર ઘટના લિઓ પોલીસ ચોકીની આજુબાજુમાં લાગેલા CCTV કેમેરામાં કેદ…!!
પૂર્વ વહીવટદાર ફિલ્મી સ્પીડે કાર હંકારતો હોવાથી પોલીસે તેનો ઉપયોગ દારૂ ભરેલ વાહનો ઝડપી પાડવા વર્ષો પહેલા કરતી હોવાની ચર્ચા

અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ અસામાજીક તત્ત્વો બેફામ બન્યા છે મોડાસા શહેરમાં પોલીસના પૂર્વ બાતમીદાર અને વહીવટદાર તરીકે પંકાયેલ અને વિવાદના પર્યાય બનેલા એક શખ્સે શનિવારે રાત્રે મોડાસા આઇકોનિક બસપોર્ટ નજીક પૈસાની લેતીદેતીમાં હંગામો કરતા લિઓ પોલીસ ચોકી પર ફરજ બજાવતા કર્મીઓ સ્થળ પર જતા હંગામો કરનાર શખ્સ કાર લઇ ફરાર થતા પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતા કાર રીવર્સમાં લઇ પોલીસકર્મીઓ પર ચઢાવી કચડવાનો પ્રયાસ કરતા ભારે નાસભાગ મચી હતી પોલીસે બે પીસીઆર વાન સાથે કારનો પીછો કરતા ફિલ્મી સ્ટાઇલમાં ફૂલ સ્પીડે કાર હંકારી ફરાર થઇ જતા પોલીસકર્મીઓની આંખો પહોળી થઇ ગઈ હતી પોલીસને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ છતાં ટાઉન પોલીસ સ્ટેશનમાં આ અંગે કોઈ ગુન્હો ન નોંધાતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે

પ્રાપ્ત માહિતી અનુસાર,મોડાસા ન્યુ આઇકોનિક બસપોર્ટ નજીક લિઓ પોલીસ ચોકી સામે શનિવારે રાત્રીના સુમારે પૈસાની લેતી દેતી અંગે પોલીસના પૂર્વ બાતમીદાર અને વહીવટદાર ગણાવતા એક શખ્સે કારમાં પહોંચી અન્ય શખ્સો સાથે બબાલ કરી હંગામો મચાવતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા લિઓ પોલીસ ચોકીમાં ફરજ પોલીસકર્મીઓ દોડી ગયા હતા અને હંગામો મચાવતા શખ્સને ટપોરતા શખ્સ રોફ જમાવી કાર સાથે ફરાર થવા જતા પોલીસે કારની ચાવી કાઢી લેવાનો પ્રયત્ન કરતા હંગામો કરનાર શખ્સ આગળ પીસીઆર વાન ઉભી હોવાથી કાર રિવર્સ લઇ પોલીસકર્મીઓ પર કાર ચઢાવવાનો પ્રયત્ન કરી કાર ફિલ્મી સ્પીડે હંકારી મુકતા સ્થળ પર એકઠા થેયલ ટોળામાં ગભરાહટ સાથે નાસભાગ મચી હતી પોલીસે પીસીઆર વાનમાં પૂર્વ વહીવટદારનો પીછો કરતા પનો ટૂંકો પડ્યો હોય તેમ કાર સાથે રોડ પરથી હવામાં ઓગળી જતા પોલીસ હાથ પંપાળતી રહી ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું

મોડાસા લિઓ પોલીસ ચોકી નજીક પૂર્વ વહીવટદાર તરીકે પંકાયેલ શખ્સે પોલીસકર્મીઓ પર કાર ચઢાવી દઈ કચડી નાખવાનો પ્રયત્ન થતા સ્થળ પર એકઠા થયેલા લોકો પણ શખ્સની કરતૂત સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને રાત્રીના સુમારે લિઓ પોલીસ ચોકી વિસ્તારને બાનમાં લેનાર શખ્સને પોલીસ કાયદાના પાઠ શીખવે તેવી લોક માંગ પ્રબળ બની છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!