asd
33 C
Ahmedabad
Tuesday, October 8, 2024

અરવલ્લી : શામળાજી પોલીસે ટ્રકમાંથી અધધ 4584 બોટલ વિદેશી દારૂ રતનપુર ચેકપોસ્ટ પરથી ઝડપ્યો,ટ્રક ચાલક ખેપિયો જેલ હવાલે


SP શૈફાલી બારવાલના આગમન પછી દારૂની લાઈન ચલાવતા બુટલેગરો ભૂગર્ભ ઉતરી ગયા…!!

Advertisement


અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર રાજસ્થાન રાજ્યને અડીને આવેલ રતનપુર ચેકપોસ્ટ પરથી બુટલેગરો ટ્રક-કન્ટેનરમાં લાખ્ખો-કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવવા સતત પ્રયત્નશીલ રહે છે જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસે બુટલેગરો પર સતત વોચ રાખી સપાટો બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક ટ્રકમાંથી 7 .41 લાખથી વધુનો વિદેશી દારૂ સાથે ટ્રક ચાલક ખેપિયાને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

Advertisement

શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે બુટલેગરો પર નાકે દમ લાવી દેતા બુટલેગરો એનકેન પ્રકારે વિદેશી દારૂ ઠાલવવા નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરાતા શંકાસ્પદ ઝડપ સાથે ઉદેપુર તરફથી આવતા ટ્રકને શામળાજી પોલીસે અટકાવી ટ્રક ચાલકને પૂછતાં જવ ભરેલા હોવાનું જણાવ્યું હતું પોલીસની પૂછપરછમાં ડ્રાઇવર થોથવાતા પોલીસે ટ્રકની અંદર જોતા જવ ભરેલા કોથળાની વચ્ચે મોટી માત્રામાં વિદેશી દારૂ ભરેલી પેટીઓ જોવા મળતા પોલીસ ચોકી ઉઠી હતી

Advertisement

Advertisement

શામળાજી પોલીસે ટ્રકમાં ભરેલા જવના કોથળા ભારે જહેમત બાદ હટાવી વચ્ચે સંતાડેલ વિદેશી દારૂની બોટલ-ક્વાંટરીયા નંગ-4584 કીં.રૂ.741480/-નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક સમેદ્દીન ઉર્ફે પપ્પુખાન ગફુરખાન ઉર્ફે જમીલખાન મેવ (રહે,બડોદામેવ,અલવર-રાજ)ને ઝડપી પાડી વિદેશી દારૂ,મોબાઈલ, ટ્રક મળી રૂ.17.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દારૂ ભરી આપનાર મુસ્તાક લબાન અને રાણા નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!