પાલીખંડા પાસેથી પસાર થતા હાલોલ-શામળાજી હાઈવે પાસે પડી રહેલા અને 15 દિવસથી ગુમ થયેલા ઈસમને સારવાર કરાવીને પરિવાર સાથે મિલન કરાવીને પત્રકારોએ સામાજીક જવાબદારી નિભાવી
(મેરા ગુજરાત- શહેરા)
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામ પાસેથી પસાર થતા હાલોલ- શામળાજી હાઈવે માર્ગની બાજુમા આવેલી ખુલ્લી જગ્યા પર લુણાવાડા તાલુકાના હાથીવન ગામનો ઈસમ કણસતી હાલતમાં પડી રહ્યો હતો.તે સમયે ત્યાથી બાઈક લઈને શહેરાના સ્થાનિક પત્રકાર વિનોદ પગી પસાર થઈ રહ્યા હતા.તેમની નજર પડી હતી.આથી તેમને બાઈક રોકીને તેમને ઈસમને તે ક્યાના છે તેવુ હોવાની પુછપરછ કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ તે કશુ બોલી શકયા ન હતા.આથી તેમને સારવાર મળી રહે તે માટે અન્ય પત્રકાર મિત્રોનો સંપર્ક સાધ્યો હતો.તેટલામાં જોગાનુજોગ હાથીવન ગામના પીન્ટુભાઈ ત્યાથી પસાર થતા હતા તેમની નજર આ ઈસમ પર જતા આ બાબુભાઈ છે અને પોતે 15 દિવસથી ગુમ થતા પરિવારજનો પણ શોધખોળ કરી રહ્યા હોવાનુ જણાવ્યુ હતુ.આથી તાત્કાલિક તેમના અન્ય પરિજનો આવી પહોચતા 108 મારફતે ઈસમને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે પહોચાડી સારવાર આપવામા આવી હતી.આમ શહેરાના ત્રણ પત્રકારોની સજાગતાથી 15 દિવસથી ગુમ થયેલા ઈસમનો તેના પરિવાર સાથે મેળાપ થયો હતો.
પત્રકારત્વનુ કામ એ માત્ર સમાચાર લાવાનુ નથી સાથે સાથે સામાજીક સેવાનો ભાવ હોવો જરુરી છે. આવી જ કઈક ઘટના શહેરામા બની છે.શહેરા તાલુકાના સ્થાનિક પત્રકાર વિનોદ પગી પોતાની બાઈક લઈને ઘરે જઈ રહ્યા હતા.તે સમયે હાલોલ- શામળાજી હાઈવેની બાજુમાં કણસતી હાલતમાં એક ઈસમ પડેલો હતો.આથી તેમને ઈસમ પાસે જઈને તેમનુ નામ ઠામ પુછવાનો પ્રયત્ન કર્યો હતો. પણ તેઓ કશુ બોલી શક્તા ન હતા. આથી તેમને અન્ય પત્રકારો વિજયસિંહ સોલંકી અને દશરથસિંહ પરમારને બોલાવ્યા હતા.અને ઈસમને હોસ્પિટલ લઈ જઈને સારવાર અપાવીએ તેવુ નક્કી કર્યુ હતુ. પણ જોગાનુજોગ તેવામાં ત્યાથી હાથીવન ગામના પીન્ટુભાઈ નામના ઈસમ પસાર થતા અને તેમની નજર આ ઈસમ પર પડી હતી.પીન્ટુભાઈએ નજીક જઈને જોતા તેઓ ઓળખી ગયા હતા.અને તેમને આ ઈસમ લુણાવાડા તાલુકાના હાથીવન ગામના બાબુભાઈ પગી હોવાનુ જણાવ્યુ હતુ.તેઓ પાછલા 15 દિવસોથી ગુમ થયા હતા.અને તેમના પરિવારજનો પણ તેમને શોધી રહ્યા છે.આથી તાત્કાલિક તેમના હાથીવન ગામેથી પરિવારજનો પણ બોલાવી લીધા હતા.અને ત્યારબાદ 108 મારફતે બાબુભાઈને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે દાખલ કરાવીને સારવાર આપવામા આવી હતી.પાછલા દિવસોમાં પોતે કઈ પણ ખાધુ નહોવાને કારણે પેટ પણ સંકોચાઈ ગયુ હતુ. આમ પત્રકારોની સામાજીક ભાવનાથી 15 દિવસથી ગુમ થયેલા એક ઈસમ પરિવારને મળી જતા આનંદની લાગણી છવાઈ હતી