લિસ્ટેડ બુટલેગર ભરત ડાંગી અને સુનિલ દરજી બુટલેગરોનો હતો વિદેશી દારૂનો જથ્થો, અમદાવાદ ઠાલવવાના પ્લાન પર પાણી ફરી વળ્યું
રાજસ્થાન ઉદેપુરના કુખ્યાત બુટલેગર ભરત ડાંગી અને સુનિલ દરજી સક્રિય થતા દારૂની હેરાફેરી અટકાવવી અરવલ્લી-સાબરકાંઠાની પોલીસ માટે ચેલેન્જ
ભરત ડાંગી અને સુનિલ દરજીના અરવલ્લી-સાબરકાંઠા અને ગાંધીનગર પોલીસતંત્ર સુધી તાર મજબૂત હોવાની સમયાંતરે ઉઠતી ચર્ચા

થર્ટી ફર્સ્ટન ઉજવણીમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ રાજ્યમાં ઠાલવી રહ્યા છે સાબરકાંઠા-અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ વિદેશી દારૂ ની હેરાફેરી અટકાવવા એક્શન પ્લાન મુજબ કામગીરી કરી રહી છે ત્યારે કારમાં પાયલોટિંગ સાથે 44.56 લાખ વિદેશી દારૂ ભરેલ ટેન્કર પ્રાંતિજ નજીક આવેલ કોતપુર ગામ ના ટોલપ્લાઝા સુધી પહોંચી જતા SMC ત્રાટકી દારૂની ખેપ નિષ્ફ્ળ બનાવી કાર અને ટેન્કર સાથે ત્રણ બુટલેગરોને ઝડપી લીધા છે

સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમે અમદાવાદ-હિંમતનગર હાઇવે પર પ્રાંતિજ નજીક ટોલટેક્ષ પર વાહનોનું ચેકીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા હિંમતનગર તરફથી કાર પાયલોટિંગ સાથે કેમિકલ ટેન્કરની આડમાં વિદેશી દારૂ અમદાવાદ ડીલેવરી આપવા પસાર થવાનું હોવાની બાતમી મળતા SMCની ટીમ સતર્ક બની દારૂ ભરેલી ટેંકરનું પાયલોટિંગ કરતી કાર અને 44.56 લાખનો દારૂ ભરેલ ટેન્કર ઝડપી પાડી હતી સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમે ત્રણ બુટલેગરોને દબોચી લઇ ટેન્કરમાં દારૂ ભરી આપનાર ચાર બુટલેગરો મળી સાત સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

SMCએ દારૂ સાથે ઝડપેલ આરોપી કોણ વાંચો…!!
1)કૈલાસ નંદલાલજી જાટિયા (રહે, : ચોકડી,ચિતોડગઢ-રાજસ્થાન)
2)મહેન્દ્ર ઉર્ફે જેકી મોહનલાલજી ડાંગી (રહે,કરોલી,નાથદ્વારા-રાજસ્થાન)
3)રામલાલ શાંતિલાલ મીણા (રહે,ચણાવાડા,ઉદેપુર-રાજસ્થાન)
ટેન્કરમાં વિદેશી દારૂ ભરી અપાનાર વોન્ટેડ લિસ્ટેડ બુટલેગર
1)સુનિલ મોરીલાલ દરજી (રહે,ઘંડોલી,ઉદેપુર-રાજસ્થાન)
2)ભરત ડાંગી (રહે,રાખીવલ,ઉદેપુર-રાજસ્થાન)
3)મારુતિ સ્વીફ્ટ ડિઝાયર કારનો માલિક
4)કેમિકલ ટેન્કરનો માલિક






