34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત સાબરકાંઠા જિલ્લાના નાગરિકોને ઈવીએમ-વીવીપેટનો ઉપયોગ કરી જાગૃતિ લાવવા મોબાઈલ ડેમોન્સટ્રેશન વાનને મંજૂરી

સાબરકાંઠા જિલ્લાના નાગરિકોને ઈવીએમ-વીવીપેટનો ઉપયોગ કરી જાગૃતિ લાવવા મોબાઈલ ડેમોન્સટ્રેશન વાનને મંજૂરી

0
112

 

ચાર વિધાનસભા મતદાર મતદાન મથકો માટે મોબાઈલ ડેમોન્સટ્રેશન વાનને પ્રસ્થાન કરાવતા : જિલ્લા કલેકટર

સાબરકાંઠા જિલ્લાના ચારે વિધાનસભા મતદાર વિભાગમાં આવેલ તમામ મતદાન મથકો તથા શહેરના મુખ્ય ભીડભાડ વાળા સ્થળો પર ઈવીએમ-વીવીપેટના ઉપયોગ અંગે નાગરિકો માહિતગાર થાય તથા લોકોમાં જાગૃતિ વધે તેવા હેતુથી સાબરકાંઠા જિલ્લામાં મોબાઈલ ડેમોન્સટ્રેશન (MDV) વાનને જિલ્લા કલેકટર દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

સાબરકાંઠા જિલ્લામાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ લોકો ઈવીએમ-વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય તથા લોકોમાં જાગૃતિ વધે તેવા હેતુથી સાબરકાંઠા જિલ્લામાં મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન (MDV) ફાળવવામાં આવી છે. આ વાન તા.૦૧/૦૧/૨૦૨૪ થી ૨૯/૦૨/૨૦૨૪ દરમિયાન હિંમતનગર-૨, પ્રાંતિજ-૨, ઈડર-૨ અને ખેડબ્રહ્મા-૩ મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન ફાળવવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના ચારે વિધાનસભા મતદાર વિભાગમાં આવેલ તમામ મતદાન મથકો તથા શહેરના મુખ્ય ભીડભાડ વાળા સ્થળો જેમ કે, શાક માર્કેટ, મોટો ચોક, બસ સ્ટેન્ડ વગેરે સ્થળોએ ફેરવી લોકોને માહિતગાર કરવામાં આવશે.

ઉપરાંત જિલ્લાની હેડકવાટર્ર કચેરી જન સેવા કેંદ્ર ખાતે-૧, હિંમતનગર મામલતદાર કચેરી અને નગરપાલીકા ખાતે ૧-૧, સબ-ડીવીઝન કચેરી ઇડર-વડાલી જન સેવા કેંદ્ર ખાતે ૧-૧, ખેડબ્રહ્મામાં પોશીના વિજયનગર અને ખેડબ્રહ્મા જન સેવા કેન્દ્ર ખાતે ૧-૧અને પ્રાંતિજ વિધાનસભા મત વિસ્તારના પ્રાંતિજ અને તલોદ જનસેવા કેન્દ્ર ખાતે ઈવીએમ નિદર્શન કેન્દ્ર(EDC) બનાવવામાં આવશે જ્યાં લોકોને ઈવીએમ-વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય તથા જાગૃતિ વધારવા માટે કામગીરી કરવામાં આવશે. જેથી તા.૦૧/૦૧/૨૦૨૪ થી ૨૯/૦૨/૨૦૨૪ સુધી મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન(MDV) અને ઈવીએમ નિદર્શન કેન્દ્ર(EDC)ની જિલ્લાના નાગરિકોને વધુમાં વધુ લોકો મુલાકાત લેવા જિલ્લા કલેકટર નૈમેષ દવેએ અપીલ કરી છે

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!