મોડાસા શહેરને શૈક્ષણિક નગરી તરીકે સ્થાપિત કરવામાં સિંહફાળો આપનાર શ્રી.કે.એન.શાહ મોડાસા હાઈસ્કૂલમાં ફરજ બજાવતા નિવૃત્ત કર્મચારીઓનો પ્રથમ સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ફરજ કાળ દરમિયાનના સંસ્મરણો વાગોળ્યા હતા
મોડાસા હાઈસ્કૂલના નિવૃત્ત કર્મચારી મંડળનો સૌપ્રથમ સ્નેહ મિલન સમારંભમાં મંડળના પ્રમુખ બિપિન શાહ,મોડાસા હાઈસ્કૂલના આચાર્ય મનીષભાઈ જોશી,સર્વોદય હાઈસ્કૂલના પ્રિન્સિપલ રાકેશ મહેતા અને શાળાના દાતા હિતેશ સોની તેમજ સમગ્ર કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા સ્નેહ મિલન કાર્યક્રમમાં તમામ નિવૃત્ત કર્મચારીઓનું કંકુ-ચોખા થી સ્વાગત કરવામાં આવ્યું હતું 80 વર્ષથી વધુ વય ધરાવતા નિવૃત્ત કર્મીઓનું ફૂલછડી અને શાલથી સન્માનિત કર્યા હતા નિવૃત્ત કર્મચારી મંડળના પ્રેરક અને પૂર્વ ઇન્ચાર્જ આચાર્ય વસંતભાઈ શાહે શાબ્દિક સ્વાગત અને સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન શાળાના પૂર્વ સુપરવાઈઝર કનુ ભાઈ ખાંટે કર્યું હતું આભાર વિધિ પ્રકાશભાઈ સુથારે કરી હતી સ્નેહ મિલન કાર્યક્રમમાં ભૂતકાળના સ્મરણોને વાગોળવામાં આવ્યા હતા 60 નિવૃત્ત કર્મીઓએ નિવૃત્ત જીવન અંગે એકબીજા સાથે વિચારો આદાન પ્રદાન કર્યા હતા