34.9 C
Gujarat
Wednesday, July 15, 2026
Home ગુજરાત અરવલ્લી : જિલ્લાની વિવિધ શાળામાં પ્રોફેસર દ્વારા ગ્લુકોઝ બિસ્કિટ વિતરણ

અરવલ્લી : જિલ્લાની વિવિધ શાળામાં પ્રોફેસર દ્વારા ગ્લુકોઝ બિસ્કિટ વિતરણ

0
111

મોડાસા અરવલ્લી: તા. ૧૩ મી ના રોજ પંડેશ્વર, મહુડી, કોલુંદ્રા પ્રાઇમરી, હાયર સેકન્ડરી શાળા તથા તા. ૬ ઠ્ઠી એ ગાબટ શાળા માં પ્રોફેસર મનોજ ભાઈ દ્વારા ગ્લુકોઝ બિસ્કિટસ્ નું વિતરણ કરાયું.

શ્રી એમ એલ ગાંધી સંચાલિત સર પી ટી સાયન્સ કૉલેજ, મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્ર ના અધ્યાપક ડૉ. મનોજભાઈ પ્રતાપભાઇ ગોંગીવાલા એ ગાબટ શાળા ના બાળકો સાથે પંચ પ્રકલ્પ- કોજન્ટ ના ઉપક્રમે ચર્ચા સભા સાથે સ્માર્ટ વિયુ બોર્ડ પર બાળ વાર્તા ઓ તથા રામાયણ સિરિયલ નો શ્રવણ પ્રસંગ યોજી, તમામ બાળકો ને તેમના તરફ થી ગ્લુકો બિસ્કિટસ્ – પાર્લે જી નું વિતરણ કરવામાં આવ્યું. ત્રણ સો થી બાળકો એ ઉત્સાહ ભેર ભાગ લીધો. પ્રોફેસર દ્વારા પ્રશ્નોત્તરી ના સુંદર પ્રતિભાવ સાથે જવાબો આપ્યા. શાળા પરિવારે આ કાર્યક્રમ માં સહભાગી બની આભાર વ્યક્ત કર્યો.

માં અંબે નું પર્વ ચૈત્રી નવરાત્રિ ૨૦૨૩ થી શરૂ થયેલ આ સમર્પણ સેવા અત્યાર સુધી વિવિધ સંસ્થાઓ માં ૪૦ થી વધુ ચર્ચા સભા યોજી ને પંદર લાખ થી વધુ ગ્લુકો બિસ્કિટસ્ ની સમર્પણ સેવા કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!