હિંમતનગર :
સાબરકાંઠા – મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભા ભાજપના ચૂંટણીના કલસ્ટર પ્રભારી અને કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયાના અધ્યક્ષ સ્થાને આજે હિંમતનગરમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભાજપના સંગઠનના હોદ્દેદારોની ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ. જેમાં બાબુભાઈ જેબલીયાએ માર્ગદર્શન આપતા જણાવેલ કે આપણો ચૂંટણીમાં વિજય થવાનો જ છે પરંતુ આપણો ભવ્ય વિજય કેવી રીતે થાય, જ્યાં છીએ તેના કરતાં સારું કેમ થાય, ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં શ્રેષ્ઠ વાતાવરણ આપણી તરફે છે. હાલ નરેન્દ્રભાઈ ની ચૂંટણી છે. જીતવામાં કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ ઓવર કોન્ફિડન્સ ઘાતક સાબિત ન થાય તે જોવાનું રહ્યું. સાબરકાંઠા જિલ્લામાં 14 મંડલ છે અને 354 શક્તિ કેન્દ્ર છે, અરવલ્લી જિલ્લામાં 8 મંડલ છે અને 259 શક્તિ કેન્દ્ર છે. આ ચૂંટણી શક્તિ કેન્દ્ર ઉપર લડવાની છે. તેમણે જિલ્લામાં મુખ્ય કાર્યકર્તાઓનું કાર્યશાળા યોજવાનું સૂચન કર્યું હતું. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓની જાણકારી, સાહિત્ય વગેરે અભ્યાસ વર્ગમાં સમાવેશ થાય નવા મતદારોનું સંમેલન વગેરે સૂચનો કર્યા હતા અને જણાવેલ કે ચૂંટણીમાં વિકાસ કરવાની તક મળે છે, જેમાં પ્રવાસ, સંપર્ક અને સંવાદ જરૂરી છે. આ જાન્યુઆરી મહિનાના અંતમાં લોકસભા ચૂંટણીનું કાર્યાલય ખોલવાની સાથે ઐતિહાસિક પ્રસંગ બની રહે તે માટે પણ સૂચનો કર્યા હતા અને સૂચનો મેળવ્યા હતા. બાબુભાઈ જેબલિયાએ વધુમાં જણાવેલ કે, આ દેશના ભલા માટે મોદી સાહેબ અને અમિતભાઈ કામ કરી રહ્યા છે તેથી બૂથ પ્લસ કરવા સંકલ્પ કરવાનો છે. બેઠકમાં જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, અરવલ્લી જિલ્લા પ્રમુખ રાજુભાઈ પટેલ, પ્રભારી રાજુભાઈ શુકલ, પ્રદેશ ઉપાધ્યક્ષ કું.કૌશલ્યાકુવરબા પરમાર, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, લોકેશભાઈ સોલંકી, અરવલ્લી મહામંત્રી જગદીશભાઈ ભાવસાર વગેરે બંને જિલ્લાના અપેક્ષિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
સાબરકાંઠા લોકસભા કલસ્ટર પ્રભારી બાબુભાઈ જેબલીયા ની ઉપસ્થિતિમાં સાબરકાંઠા – અરવલ્લી જિલ્લાના ભાજપના હોદ્દેદારોની બેઠક યોજાઈ
Advertisement
Advertisement