38 C
Gujarat
Sunday, July 12, 2026
Home શિક્ષણ જાણો, સાબરકાંઠામાં એસ.એસ.સી અને એચ.એસ.સી ની પરીક્ષા માં પહેલા દિવસે કેટલા વિદ્યાર્થીઓ...

જાણો, સાબરકાંઠામાં એસ.એસ.સી અને એચ.એસ.સી ની પરીક્ષા માં પહેલા દિવસે કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા?

0
271

નીરવ જોશી, સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લા સમાહર્તા હિતેષ કોયા દ્રારા હિંમતનગરની હિંમત હાઇસ્કૂલ ખાતે વિધાર્થીઓને ગુલાબ આપી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે તેઓએ વિધાર્થીઓને શાંત ચિત્તે કોઇ પણ જાતના પરીક્ષાના હાઉ કે ભય વિના પરીક્ષા આપવા  જણાવ્યું હતું.

તા.28 માર્ચે ધો 10 ની પરીક્ષાના પ્રથમ દિવસે પ્રથમ ભાષાના પેપરમાં કુલ 20,163 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં  પ્રથમ ભાષા ગુજરાતીમાં 19,358 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે પ્રથમ ભાષા અંગ્રેજીમાં 787વિધાર્થી તેમજ સાહિત્યના 18 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી.

જયારે ધોરણ-૧૨ના સામાન્ય પ્રવાહનુ પ્રથમ પેપર નામાના મૂળતત્વોમાં 1482 વિઘાર્થીઓ પરીક્ષા આપી અને 23 ગેરહાજર રહ્યા હતા. ઉત્તર બુનિયાદી પ્રવાહનુ સહકાર પંચાયત વિષયમાં 50 વિધાર્થીઓએ પરીક્ષા આપી અને 2 ગેર હાજર રહ્યા.જ્યારે વિજ્ઞાન પ્રવાહનુ ભૌતિક વિજ્ઞાન વિષયમાં 2518 વિઘાર્થીઓએ પરીક્ષા આપી જ્યારે 43 વિઘાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.  આમ પ્રથમ દિવસે શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા લેવાઈ હતી. ઉલ્લેખનીય છે કે, હિંમતનગરની હિંમત હાઇસ્કૂલ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં પરીક્ષક તરીકે વર્ગખંડમાં જનાર શિક્ષકોને ડ્રો સિસ્ટમથી વર્ગખંડની ફાળવણી કરવામાં આવી હોવાનું એમ શિક્ષણ વિભાગે મેરા ગુજરાત ને જણાવ્યું છે.

ધોરણ 10માં 35  કેન્દ્ર પરથી 20,163 વિઘાર્થીઓએ પરીક્ષા આપી 758 ગેરહાજર

ધોરણ 12માં 4000 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી

એક બાજુ છેલ્લા બે વર્ષથી કોરોનાના ભયંકર ભયમુક્ત વાતાવરણના કારણે ગુજરાતના વિદ્યાર્થીઓના શિક્ષણને ભારે અસર થઇ છે તેમજ તેઓ અનેક નકારાત્મક અસરો હેઠળ આવી ગયા છે આ ઉપરાંત શિક્ષણ જગતના અનેક પ્રયાસો છતાં બે વર્ષમાં શિક્ષણની હાલત ડામાડોળ રહી હતી. છેલ્લે છેલ્લે આ વર્ષની શરૂઆતમાં પછી થોડીક સારી થતાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ માર્ચ મહિનાના અંતમાં ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા નું સફળતા પૂર્વક આયોજન કરવાનું શરુ કર્યું છે. ત્યારે સોમવારના રોજ સાબરકાંઠામાં જિલ્લા કલેકટર હિતેશ કોયાના માર્ગદર્શન તેમજ પ્રેરણાદાયી હાજરી થી શિક્ષણ જગતને ઉમંગ પ્રદાન થયો છે.

સમાચારના સતત અપડેટ માટે અમને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર અને યુટ્યુબ પર, મેરા ગુજરાત અમારૂ ઇમેઇલ આઈડી છે meragujarat2022@gmail.com

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!