38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરે સાહેબ આળસ ખંખેરો : નવા વેણપુર નજીક ડુંગરમાં 4 વાગ્યાની આગ...

અરે સાહેબ આળસ ખંખેરો : નવા વેણપુર નજીક ડુંગરમાં 4 વાગ્યાની આગ લાગી, વનવિભાગ નિંદ્રાધીન..!!

0
423

અરવલ્લી જીલ્લામાં આવેલા ડુંગર અને જંગલમાં આગ લાગવાની ઘટનાઓમાં પર્યાવરણ સાથે માનવ વસાહત માટે ભયજનક બની રહી છે અરવલ્લી વન વિભાગ તંત્ર પાછળ સરકાર કરોડો રૂપિયા પગાર પેટે એંધાણ કરી રહી છે અને વૃક્ષો વાવવા અને વનસંપદાનું જતન કરવા વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે તેમ છતાં અરવલ્લીની ગિરિમાળાઓ અને જંગલોમાં સતત લાગી રહેલી રહસ્યમય આગની ઘટનાઓએ અનેક શંકા કુશંકાઓ સર્જી છે વનવિભાગ તંત્ર આગ લાગે ત્યારે ખાડો ખોદવા બેસે કહેવતને પણ પાણી ભરાવે તેમ લાપરવાહી દાખવી રહ્યું છે શામળાજી નજીક નવા વેણપુર (નવા ગામ) નજીક આવેલ ડુંગર પર સાંજના ૪ વાગ્યાના સુમારે આગ લાગી હોવા છતાં વનવિભાગ તંત્રનો જવાબદાર અધિકારી કે કર્મચારી ન ડોકાતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે જીલ્લા કલેકટર ગાઢ નિંદ્રામાં રહેલા વનવિભાગને ઠંઠોળે તે ખુબ જ જરૂરી હોવાનું પર્યાવરણ પ્રેમીઓ માની રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શામળાજી નજીક આવેલ નવા વેણપુર ગામ નજીક આવેલ અરવલ્લીની ગિરિમાળાઓમાં સાંજના 4 વાગ્યાના સુમારે અગમ્ય કારણોસર આગ લાગતા ધીરેધીરે ડુંગરના જંગલમાં પ્રસરતા આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ગામલોકોએ વનવિભાગ તંત્રને જાણ કરવા છતાં વનવિભાગ તંત્ર રાત્રે ૯ વાગ્યા સુધી ફરક્યું નથી ડુંગર પર રહેલી વનસંપદા સહીત વન્ય પ્રાણીઓ અને પક્ષીઓને પણ મોટાપાયે નુકશાન થઈ રહ્યું છે.

અરવલ્લી જીલ્લા વનવિભાગ તંત્ર અરવલ્લીની ગિરિમાળાઓ અને જંગલમાં લાગતી રહસ્યમય આગ નું કારણ શોધવામાં તદ્દન વામણું પુરવાર થતા વનવિભાગ તંત્ર નિષ્ફળ તંત્ર બની રહ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!