31.6 C
Gujarat
Friday, September 11, 2026
Home શિક્ષણ અરવલ્લી જિલ્લામાં ધોરણ 10 અને 12માં પ્રથમ દિવસે કુલ 31,821 વિદ્યાર્થીઓએ પરીક્ષા...

અરવલ્લી જિલ્લામાં ધોરણ 10 અને 12માં પ્રથમ દિવસે કુલ 31,821 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

0

અરવલ્લી જિલ્લામાં બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લા શિક્ષણ અધિકારી જયેશ પટેલ દ્રારા મોડાસાની જીનીયસ હાઇસ્કૂલ ખાતે વિધાર્થીઓને ગુલાબ અને ચોકલેટ આપી શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે તેઓએ વિધાર્થીઓને કોઈપણ પકારની ચિંતા કર્યા વગર શાંત ચિતે પરીક્ષા આપવાનું જણાવ્યું હતું.

તા.28 માર્ચે ધો 10 ની પરીક્ષાના પ્રથમ દિવસે 16,248 વિદ્યાર્થીઓ માંથી 15,573 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં પ્રથમ ભાષા ગુજરાતીમાં 15,121 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે પ્રથમ ભાષા અંગ્રેજીમાં 452 વિધાર્થી પરીક્ષા આપી હતી.

જયારે ધોરણ-12ના સામાન્ય પ્રવાહનુ પ્રથમ પેપર નામાના મૂળતત્વોમાં 886 માંથી 873 વિઘાર્થીઓ પરીક્ષા આપી હતી. જ્યારે વિજ્ઞાન પ્રવાહનુ ભૌતિક વિજ્ઞાન વિષયમાં ૧૬૫૦ વિદ્યાર્થીઓ માંથી 1627 વિઘાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ પ્રથમ દિવસે શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા લેવાઈ હતી. એમ શિક્ષણ વિભાગની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!