28 C
Gujarat
Friday, August 21, 2026
Home ગુજરાત અરવલ્લી : મેઘરજના મોટી મોયડીમાં ઘઉં ભડકે બળ્યા ! જિલ્લામાં ખેડૂત લાચાર,...

અરવલ્લી : મેઘરજના મોટી મોયડીમાં ઘઉં ભડકે બળ્યા ! જિલ્લામાં ખેડૂત લાચાર, વીજ તંત્ર મસ્ત !, જુઓ Video

0
628

અરવલ્લી જિલ્લામાં આકરા ઉનાળાની શરૂઆત થઇ ચુકી છે, આ વચ્ચે ખેડૂતો ઘઉં કાઢવાની કામગીરીમાં જોતરાઈ ચુક્યા છે, પણ ખેડૂતોના મોં માં આવેલ કોળિયો છીનવાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કુદરતી આફત હોય કે પછી માનવસર્જિત આફત ભોગવવું તો ખેડૂતે જ પડે છે. હાલ જિલ્લામાં આગ લાગવાની ઘટનાઓએ જોર પકડ્યું છે, જેમાં વનવિભાગના દાવાનળ તેમજ વીજ તંત્ર ના વીજ વાયરથી ખેડૂતોના ઘઉં ભડેકે બળી રહ્યા છે.

અરવલ્લી જિલ્લાના મેઘરજના મોટી મોયડી ગામે ઘઉંના ખેતરમાં આગ લાગવાની ઘટના ઘટી છે, જેને લઇને ખેતરમાં રહેલા ઘઉં બળીને ખાક થઇ જતાં ખેડૂતના માથે આભ તૂટી પડવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ બે વીજ વાયર ભેગા થઇ જવાથી તણખલા થયા અને ઘઉંના ખેતરમાં આગ ભભૂકી ઊઠી હતા. મોટી મોયડી ગામના ખેડૂત નાનાભાઈ મનાતના ખેતરમાં તૈયાર થયેલા ઘઉં બળી જતાં ખેડૂતે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. વીજ તંત્ર ની બેદરકારીને લઇને ખેડૂતના ઘઉં બળીને ખાક થઇ જતાં મોંઘા ભાવનું બિયારણ તેમજ મહેનત એડે ગઇ છે. હાલ અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખેતરોમાં આગ લાગવાની ઘટનાઓ ઘટી રહી છે, પણ વીજ તંત્ર જાણે શું કરે છે તે ખ્યાલ આવતો નથી.

જુઓ Video ખેતરમાં ઘઉં ભડકે બળ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!