39 C
Ahmedabad
Sunday, April 28, 2024

અરવલ્લી : ભિલોડાના ધંબોલીયામાં વીજવાયરથી તબેલામાં આગ ભભૂકી, અબોલા 5 પશુઓ દાજી ગયા


અરવલ્લી જિલ્લામાં વીજ તંત્રની લાપરવાહી ખેતરોમાં ઊભા પાકને તો નુકસાન પહોંચાડી રહ્યું છે,સાથે સાથે અબોલા પશુઓનો પણ જીવ જોખમમાં મુકી રહ્યું હોય તેવું સ્પષ્ટ લાગે છે. ભિલોડા તાલુકાના ધંબોલીયામાં વીજ વાયરના તણખા તબેલા પર પડતાં 5 પશુઓ દાજી જવાની ઘટના ઘટી છે. સમગ્ર ઘટનાને લઇને તંત્રી દ્વારા પંચનામુ કરવા સહિતની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Advertisement

ધંબોલીયા ગામે વીજ તંત્રની લાપરવાહી ફરીથી એકવાર સામે આવી છે, જેમાં હવે ઘઉં નહીં પરંતુ અબોલા પશુઓનો જોવ જોખમમાં મુકાયો છે. વીજ વાયરથી તણખલા થતાં તબોલામાં આગ લાગી હતા, આગ લાગવાની ઘટનાથી તબેલામાં બાંધેલા 5 પશુઓ દાજી ગયા છે. સમગ્ર ઘટનાને લઇને પશુઓ ગંભીર રીતે દાજી જતાં સારવાર આપવામાં આવી છે. આ સાથે જ ખેતરમાં પડલ ઘાસ બળીને ખાક થઇ ગયું. વીજ તંત્રની લાપરવાહી થી હરીશચંદ્ર બારડના ખેતરમાં આગની ઘટના ઘટી અને ઘાસચારો નષ્ટ થયો અને પશુઓ દાજી જતાં લાખોનું નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાં તલાટીની ટીમ ઘટનાસ્થળે પહોંચી પંચનામુ કર્યું છે. જો કે ખેડૂતને વળતર ક્યારે મળશે તે એક સવાલ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!