29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત ખોડીયાર જંયતિ નિમિત્તે પોપટપુરા ખાતે આવેલ ખોડીયાર મંદિર ખાતે માઈભકતોનુ ઘોડાપુર ઉમટ્યુ

ખોડીયાર જંયતિ નિમિત્તે પોપટપુરા ખાતે આવેલ ખોડીયાર મંદિર ખાતે માઈભકતોનુ ઘોડાપુર ઉમટ્યુ

0
232

ગોધરા

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેર પાસે આવેલા પોપટપુરા ખાતે ખોડીયાર મંદિર ખાતે આજે ખોડીયાર જંયતિની ઉજવણી કરવામા આવી હતી જે નિમિતે આજે જીલ્લાભરમાથી મોટી સંખ્યામા ભાવિકોએ ખોડીયાર માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ખોડીયાર માતાજી જય જય સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યુ હતુ.

મહાસુદ આઠમનો દિવસનો સમગ્ર ગુજરાતમા ખોડીયાર જંયતી તરીકે ઉજવાય છે. ખોડીયાર માતાજીને માનનારો મોટો વર્ગ પંચમહાલ જીલ્લામા રહે છે. તેઓ સાથે કુળદેવી પણ છે. પંચમહાલ જીલ્લાના ગોધરા શહેર પાસે હાલોલ-શામળાજી હાઈવે માર્ગ પર પોપટપુરા ખાતે પ્રસિધ્ધ ખોડીયાર માતાજીનુ મદિંર આવેલુ છે. આજે ખોડીયાર જંયતિ નિમિતે વહેલી સવારથી મોટી સંખ્યામા ભાવિકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમા ખોડીયાર જંયતિને લઈ કીડાયારુ ઉભરાયુ હતુ.સાથે સાથે રોડ઼ પર આ મંદિર આવેલુ હોવાથી અહીથી પસાર થતા લોકોએ પણ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસરમા ભારે ભીડ જોવા મળી હતી,સાથે સાથે ફુલહાર ચઢાવીને,નાળિયેર ચઢાવીને શ્રધ્ધા પ્રગટ કરી હતી. માતાજીના નામના જય જય કારથી મંદિર પરિસર ગુજી ઉઠ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!