29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લીઃ ખેલમહાકુંભ 23-24 માં સાઠંબા હાઇસ્કુલના 87 રમતવીરોએ તાલુકા કક્ષાએ અને જીલ્લા...

અરવલ્લીઃ ખેલમહાકુંભ 23-24 માં સાઠંબા હાઇસ્કુલના 87 રમતવીરોએ તાલુકા કક્ષાએ અને જીલ્લા કક્ષાએ 18 ખેલાડીઓએ નંબર પ્રાપ્ત કરી સાઠંબાનું ગૌરવ વધાર્યું

0
737

ખેલ મહાકુંભ 2.0. વર્ષ 2023-24 માં તાલુકા કક્ષાએ સાઠંબા ગ્રુપ વિ.કા.સ વિદ્યામંદિર સાઠંબાના 189 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી 87 વિદ્યાર્થીઓએ નંબર પ્રાપ્ત કરી ગૌરવ અપાવ્યું હતું.
જ્યારે ખેલ મહાકુંભમાં જીલ્લા કક્ષાએ 18 વિદ્યાર્થીઓએ નંબર પ્રાપ્ત કરી સાઠંબાનું ગૌરવ વધાર્યું હતું.
સાઠંબા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાએ નંબર પ્રાપ્ત કરી રૂપિયા 95,200/-નું ઈનામ પ્રાપ્ત કર્યું હતું.
ખેલ મહાકુંભ 2023-24 માં જીલ્લા કક્ષાએ નંબર પ્રાપ્ત કરતાં સાઠંબા હાઇસ્કુલના વિધ્યાર્થીઓ રૂપિયા 67,000/-નું ઈનામ પ્રાપ્ત કરવા હકદાર બન્યાં હતાં.
સાઠંબા હાઇસ્કુલમાં પ્રાથમિક વિભાગમાં શિક્ષક અમિતભાઈ એ પટેલે પણ ખેલ મહાકુંભમાં ભાગ લઈ નંબર પ્રાપ્ત કરી સાઠંબા હાઇસ્કુલનું ગૌરવ વધાર્યું હતું.
ખેલ મહાકુંભ 2.0 માં જીલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ નંબર પ્રાપ્ત કરનારા રમતવીરોને પ્રોત્સાહન પુરૂ પાડવા જેમણે અથાગ પરિશ્રમ કર્યો હતો તેવા સાઠંબા હાઇસ્કુલના વ્યાયામ શિક્ષક કમલેશભાઈ પટેલ અને અમિતભાઈ એ પટેલને સાઠંબા હાઇસ્કુલ પરિવારના આચાર્ય પંકજભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ તથા શિક્ષક ગણ અને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!