28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : શામળાજી પોલીસે ટ્રકમાંથી 15.75 લાખનો દારૂ ઝડપ્યો ,પંજાબથી મુંબઈ દારૂ...

અરવલ્લી : શામળાજી પોલીસે ટ્રકમાંથી 15.75 લાખનો દારૂ ઝડપ્યો ,પંજાબથી મુંબઈ દારૂ પહોંચાડવાનો હોવાની વાતથી પોલીસ ચોંકી, SP શૈફાલી બારવાલના આગમન પછી બુટલેગરોમાં ફફડાટ

0
161

બુટલેગરો માટે સિલ્કરૂટ ગણાતી રતનપુર ચેકપોસ્ટ પર શામળાજી પોલીસનું રાઉન્ડ ધી ક્લોક વાહનોનું ચેકિંગ

અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર રાજસ્થાન રાજ્યને અડીને આવેલ રતનપુર ચેકપોસ્ટ પરથી બુટલેગરો ટ્રક-કન્ટેનરમાં લાખ્ખો-કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવવા સતત પ્રયત્નશીલ રહે છે જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસે બુટલેગરો પર સતત વોચ રાખી સપાટો બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક ટ્રકમાંથી 15.75 લાખથી વધુનો વિદેશી દારૂ સાથે ટ્રક ચાલક ખેપિયાને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ટ્રક ચાલક ખેપિયો પોલીસની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયત્ન કરી રહ્યો હોય તેમ પંજાબ થી મુંબઈ દારૂ પહોંચાડવાનો હોવાનું રટણ કરી રહ્યો છે

શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે બુટલેગરો પર નાકે દમ લાવી દેતા બુટલેગરો એનકેન પ્રકારે વિદેશી દારૂ ઠાલવવા નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે શામળાજી પોલીસે રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા બંધ બોડીના ટ્રકમાં લાખ્ખો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઠલવાઈ રહ્યો હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની શંકાસ્પદ ઝડપ સાથે ઉદેપુર તરફથી આવતા ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રકમાં મોટી માત્રામાં બળતણના લાકડાની આડમાં સંતાડેલ વિદેશી દારૂની પેટીઓ જોઈ શામળાજી પોલીસ ચોકી ઉઠી હતી
શામળાજી પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-17676 કિં.રૂ.1575096/- તેમજ ત્રણ મોબાઇલ અને ટ્રક મળી કુલ.રૂ.25.79 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક ધર્મેન્દ્ર કુરડારામ શર્મા (રહે,રામપુરા-હરિયાણા)ને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!