38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત ગુજરાત કોંગ્રેસ દ્વારા સૌપ્રથમ વખત ટ્વીટર સ્પેસનું આયોજન, ‘હક ની વાત’ સાથે...

ગુજરાત કોંગ્રેસ દ્વારા સૌપ્રથમ વખત ટ્વીટર સ્પેસનું આયોજન, ‘હક ની વાત’ સાથે લોકોને સોશિયલ મીડિયા થકી જોડશે

0
370

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સૌપ્રથમ વાર રાજ્યના લોકો સુધી પહોંચવા નવો અભિગમ અપનાવી ટ્વીટર સ્પેસનું આયોજન કર્યું છે. 29 માર્ચના રોજ રાત્રે 9 કલાકે “હક ની વાત, કરશે ગુજરાત” આ મુદ્દા ઉપર લોકોને જોડાવા ખાસ આયોજન કર્યું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસસ  સમિતિ દ્વારા આ નવતર પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. કેવો હશે કોંગ્રેસ નું ટ્વીટર સ્પેસ કાર્યક્રમ તે જાણીએ.

• સૌ પ્રથમ વખત ગુજરાત માં ટ્વીટરસ્પેસ નું આયોજન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું.

• 29 માર્ચના રોજ રાતે 9 વાગે ટ્વીટરસ્પેસ પર “હક ની વાત, કરશે ગુજરાત” મુદ્દા સાથે ગુજરાતની જનતા ને ટ્વીટરસ્પેસ માં જોડાવવા આમંત્રણ આપવામાં આવ્યું.

“હક ની વાત, કરશે ગુજરાત”
ટ્વીટરસ્પેસ માં ગુજરાત કોંગ્રેસ ના પ્રભારી ડો. રધુ શર્મા જી, પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા, AICC સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ ના ચેરમેન રોહન ગુપ્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી જોડાશે.

• “હક ની વાત, કરશે ગુજરાત” ટ્વીટરસ્પેસ માં ગુજરાત ની જનતા ના પ્રશ્નો વિશે ચર્ચા કરવા માં આવશે.

• મિશન 2022 માં ગુજરાતની જનતાના હક માટે કોંગ્રેસ પક્ષ આક્રમકતા સાથે જનતાનો અવાજ બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!