37 C
Ahmedabad
Thursday, May 2, 2024

ભારતમાં લોન્ચ થયા 2 પાવરફૂલ ઇલેટ્રિક સ્કૂટર, 130 કિલોમીટરની રેન્જ, જાણો પ્રાઇઝ અને ફિચર્સ


ભારતમાં ઇલેટ્રિક સ્કૂટરનું માર્કેટ દિવસે ને દિવસે વધી રહ્યું છે… બજારમાં હવે આપણને ઇલેટ્રિક વાહનો પણ વધુ જોવા મળી રહ્યાં છે. ત્યારે કંપનીઓ પણ યુઝર્સના રિવ્યુ સાથે માર્કેટમાં કંઇક નવુ લાવવાની હરિફાઇમાં લાગેલી દેખાય છે.. આ જ શ્રેણીમાં iVOOMi એનર્જીના ઇલેક્ટ્રિક વ્હીકલ વિભાગે ભારતીય બજારમાં બે નવા ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યા છે. કંપનીએ ભારતમાં iVOOMi S1 અને Jeet શ્રેણીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ લોન્ચ કર્યા છે. કંપનીનો દાવો છે કે તેના નવા ઇલેક્ટ્રિક સ્કૂટર ફુલ ચાર્જ પર 130 કિમી સુધીની રેન્જ આપવામાં સક્ષમ છે.

Advertisement

iVOOMi S1 વિશે વાત કરીએ તો, આ ઇલેક્ટ્રિક સ્કૂટરને સિંગલ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તેમાં 2kWની ઇલેક્ટ્રિક મોટર છે. તેની ટોપ સ્પીડ 65 kmph છે. ઇલેક્ટ્રિક સ્કૂટરને 60V, 2kWh સ્વેપ કરી શકાય તેવી Li-ion બેટરી પેક મળે છે. તે સિંગલ ફુલ ચાર્જ પર 115 કિમીની રાઈડિંગ રેન્જ ઓફર કરવાનો દાવો કરે છે અને 3-4 કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે. તેનું કુલ વજન 75 કિલો છે.

Advertisement

iVOOMi જીત બે વેરિઅન્ટમાં સ્ટાન્ડર્ડ અને પ્રો, સ્ટાન્ડર્ડ ઉપલબ્ધ છે. iVOOMi જીતના ઇલેક્ટ્રિક સ્કૂટરને 1.5kWh બેટરી પેક મળે છે જ્યારે Pro વેરિયન્ટને 2kWhનું મોટું યુનિટ મળે છે. બંને ઈલેક્ટ્રિક સ્કૂટર સિંગલ ચાર્જ પર 130 કિમી સુધીની રેન્જ આપવાનો દાવો કરે છે. iVOOMi જીત સિરીઝ લાલ, વાદળી અને ગ્રે ત્રણ રંગોમાં ઉપલબ્ધ છે.

Advertisement

iVOOMi S1 ઇલેક્ટ્રિક સ્કૂટરને સિંગલ વેરિઅન્ટમાં 84,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે. જ્યારે iVOOMi Jeetની કિંમત 82,999 રૂપિયા અને iVOOMi જીત પ્રોની કિંમત 92,999 રૂપિયા એક્સ-શોરૂમ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!