34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home ગુજરાત શ્રી પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત શ્રી એન યુ બિહોલા પી વી એમ...

શ્રી પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઇસ્કુલ ઇસરી ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો

0

મેઘરજ તાલુકામાં આવેલ શ્રી પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઇસ્કુલ ઇસરી ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાઈ ગયો જેની અંદર ધોરણ અને 10 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા નજીક આવી રહેલી હોવાના કારણે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યની કારકિર્દી ઉજ્વર બનાવે તે અંતર્ગત શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા ને અનુલક્ષીને વિદ્યાર્થીઓ માટે નો શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો જેની અંદર આ શુભેચ્છા સમારંભ મંડળના પ્રમુખ મોતીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ કાર્યક્રમમાં મંડળના અગ્રણીઓ, શાળા પરિવાર,વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય કમલેશભાઈ પંચાલ દ્વારા આમન્ત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિધાર્થી લક્ષી પરીક્ષાને અનુરૂપ માહિતી આપી હતી શાળાના શિક્ષક જ્યંતિભાઈ તેમજ રાકેશભાઈ દ્વારા વિધાર્થીઓ ને આશીર્વવચન આપવામાં આવ્યા હતા ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓ એ શાળા પરિવાર ને અલ્પહાર આપી હતી અંતે શાળાના શિક્ષિકા કાજલબેન દ્વારા સમગ્ર કાર્યક્રમ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આમ શાળામાં અભ્યાસ કરતા અને આગામી સમયે બોર્ડ પરીક્ષા આપનાર ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓ નો શુભેચ્છા સમારંભ યોજાઈ ગયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!