અરવલ્લી જીલ્લામાં સરકાર દ્વારા લાભાર્થીઓને સસ્તા અનાજનો જથ્થો સહિત પૌષ્ટિક આહાર માતાઓ અને બાળકોને આપવામાં આવે છે ત્યારે કેટલાક સસ્તા અનાજના સંચાલકો અને મધ્યાહન ભોજન તેમજ આંગણવાડી કાર્યકરો અને તેડાગરો ગરીબોના હક્કનું અનાજ બારોબાર વેચાણ કરી નાખવામાં આવતુ હોવાની સાથે ઘર વપરાશ માટે ઉપયોગ કરતા હોવાની અનેક ઘટનાઓ બનતી રહે છે ત્યારે ભિલોડા તાલુકાની નાપડા ગામની વણઝારા વિસ્તારમાં આવેલ પ્રાથિમક શાળામાં મધ્યાહન ભોજન માટે ફળવાયેલ અનાજનો જથ્થો સંચાલક દૂધ સંજીવનીના ટેમ્પો માં ભરી ઘરે લઇ જતો ગ્રામજનોએ રંગે હાથે ઝડપી લેતા ભારે ચકચાર મચી હતી ભિલોડા મામલતદાર ઘટનાની ગંભીરતા સમજી તાબડતોડ પ્રાથમિક શાળામાં પહોંચી ટેમ્પો સાથે અનાજનો જથ્થો સીઝ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ભિલોડા તાલુકાના નાપડા ગામની વણઝારા ફળિયા વિસ્તારની પ્રાથમિક શાળાનો સંચાલક ગુરુવારે વહેલી સવારે શાળામાં પંહોચી મધ્યાહન ભોજન રૂમમાંથી બાળકોના મધ્યાહન ભોજન માટે ફળવાયેલ જથ્થો દૂધ સંજીવની પહોચાડતા ટેમ્પોમાં અનાજનો જથ્થો લઇ જતા જાગૃત ગ્રામજનોને હાથે ઝડપાઈ જતા ભારે હોબાળો મચ્યો હતો સમગ્ર ઘટનાની જાણ ભિલોડા મામલતદારને થતાં તાબડતોડ પ્રાથમિક શાળામાં પહોચી શાળાના આચાર્ય અને સંચાલકને આ અંગે પૂછતાછ કરી તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો સંચાલક બીમાર હોવાથી અનાજનો જથ્થો ઘરે લઇ જવામાં આવતો હોવાનું રટણ કરી રહ્યો છે