29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ ભિલોડા તાલુકાના પાલ્લા ગામની હાઈસ્કુલ અને પ્રાથમિક શાળામાં તમાકુ નિયંત્રણ અભિયાન અંતર્ગત...

ભિલોડા તાલુકાના પાલ્લા ગામની હાઈસ્કુલ અને પ્રાથમિક શાળામાં તમાકુ નિયંત્રણ અભિયાન અંતર્ગત વર્કશોપ યોજાયો

0
284

ભિલોડા,તા.૨૯

અરવલ્લી જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી, અરવલ્લી જીલ્લાના એપિડેમિક મેડિકલ ઓફિસરની પ્રેરણાથી ભિલોડા તાલુકા આરોગ્ય અધિકારી ડો. વી.સી.ખરાડીની રાહબરી હેઠળ શ્રી આર. એચ.પટેલ – વિદ્યાલય, પાલ્લા અને પાલ્લા પ્રાથમિક શાળામાં તમાકુ નિયંત્રણ અભિયાન કાર્યક્રમ અંતર્ગત વર્કશોપ યોજાયો હતો.જીલ્લા કક્ષાએથી અને તાલુકા કક્ષાએથી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.તમાકુની બનાવટોથી થતા નુકસાન, જીવલેણ રોગો વિશે, તમાકુથી બચવાના વિશેષ ઉપાયો અને તમાકુનો ઉપયોગ ન કરવો જોઈએ, વ્યસન મુક્ત થવા, સમાજમાં લોકોને વ્યસન મુક્ત બનાવવાનો સોનેરી સંકલ્પ વિદ્યાર્થીઓને લેવડાવ્યો હતો.સમગ્ર કાર્યક્રમની સંપુર્ણ માહિતી એસ.બી.સી.સી, ટીમ – ભિલોડા મારફતે આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!