27 C
Ahmedabad
Monday, May 13, 2024

ભિલોડા તાલુકાની ટાકાટુકા હાઈસ્કુલમાં તમાકુ નિયંત્રણ અભિયાન અંતર્ગત જન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો


ભિલોડા,તા.૨૯

Advertisement

અરવલ્લી જીલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, એપેડીમિક મેડીકલ ઓફિસર, અરવલ્લીના માર્ગદર્શન હેઠળ ભિલોડા તાલુકા આરોગ્ય અધિકારી ડો. વી.સી.ખરાડીની રાહબરી હેઠળ શ્રીમતી એસ.ડી.વ્યાસ હાઈસ્કૂલ – ટાકાટુકા ગામમાં તમાકુ નિયંત્રણ અભિયાન અંતર્ગત જન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.આચાર્ય ઈશ્વરભાઈ પટેલએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

Advertisement

સમગ્ર કાર્યક્રમમાં સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.ભિલોડા તાલુકા આરોગ્ય કચેરીના સંજયભાઈ બારોટ, ભિલોડા તાલુકા આઈ.ઈ.સી.ઓ. એ તમાકુના સેવનથી થતી મુશ્કેલીઓ, શારીરિક નુકસાન, કેન્સર જેવા જીવલેણ રોગો વગેરે વિશે વિસ્તૃત માહિતી આપી હતી.અન્ય આરોગ્ય વિષયક કાર્યક્રમો વિશે સુંદર જાણકરી આપી હતી.કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા કાઉન્સિલર અલ્પેશભાઈ સિંબલિયા હાજર રહ્યા હતા તેઓએ બાળલગ્ન, પોકસો એક્ટ્, બાળ સુરક્ષા યોજના, સમાજ સુરક્ષા યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી.કાર્યક્રમના અંતમાં સૌ-કોઈ એ સંકલ્પ લીધો હતો કે, તમાકુ સહિત તેની બનાવટોનું સેવન અને અન્ય કોઈ પણ પ્રકારના વ્યસનોથી તેઓ પોતે અને તેઓનો સમગ્ર પરિવાર, રાષ્ટ્ર ને બચાવવા પ્રયત્ન કરીશું તેમ જણાવ્યું હતું.સમગ્ર કાર્યક્રમની માહિતી S.B.C.C – ટીમ, ભિલોડા એ આપી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!