28 C
Gujarat
Friday, August 21, 2026
Home પીપલ જરૂરિયામંદ દર્દીઓ માટે અન્નપૂર્ણા ટ્રસ્ટને મેડિકલ પલંગનું દાન

જરૂરિયામંદ દર્દીઓ માટે અન્નપૂર્ણા ટ્રસ્ટને મેડિકલ પલંગનું દાન

0
599

શ્રી જલારામ બાપા ચેરીટેબલ ટ્રસ્ટે જરૂરિયાતમંદ દર્દીઓ માટે અન્નપૂર્ણા ટ્રસ્ટને મેડિકલ પલંગનું દાન આપ્યું. મોડાસા શહેર સહીત જીલ્લામાં સેવાકીય કાર્યોમાં અગ્રેસર અને ભુખ્યાને ભોજન આપતી અન્નપૂર્ણા ટ્રસ્ટ જરૂરિયાતમંદ અને બીમાર દર્દીઓને ટોકન ભાવે વિવિધ આરોગ્યલક્ષી સાધનો પુરા પાડી ઉમદા કાર્ય કરી રહ્યું છે મોડાસા શહેરના શ્રી જલારામ બાપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અન્નપૂર્ણા ટ્રસ્ટને 15 હજારથી વધુની કિંમતનો મેડિકલ પલંગ આપી સરાહનીય કાર્ય કર્યું હતું મોડાસા શહેરમાં શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પારેખ, વિઠ્ઠલભાઈ પટેલ, ભુપેન્દ્રભાઈ પટેલ, મુકેશભાઈ, વિનોદચંદ્ર સોની, ધનિશભાઈ પારેખ, રાજુ દરજી અને ટ્રસ્ટ શહેર અને જિલ્લામાં સેવાકીય કાર્યો કરી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બની રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!