27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત અરવલ્લી : 400થી વધુ કચ્છ કડવા પાટીદાર પદયાત્રીઓ તીર્થધામ પ્રેરણા પીઠના...

અરવલ્લી : 400થી વધુ કચ્છ કડવા પાટીદાર પદયાત્રીઓ તીર્થધામ પ્રેરણા પીઠના પરંપરાગત સંઘમેળા માટે પ્રસ્થાન કર્યું

0
179

અરવલ્લી જીલ્લામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કંપામાંથી 400 થી વધુ પદયાત્રીઓ અમદાવાદ જીલ્લાના દસક્રોઇ તાલુકામાં આવેલ શ્રી દશમ કલ્કી નારાયણ અવતાર તીર્થધામ પ્રેરણાપીઠમાં અનાદીકાળ થી ચૈત્ર સુદ બીજના દિવસે યોજાતા પરંપરાગત સંઘમેળામાં ભગવાન શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનના દર્શન કરવા રથ સાથે ભક્તિભાવ પૂર્વક પ્રસ્થાન કર્યું હતું આ પદયાત્રામાં અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ કંપા અને શહેરી વિસ્તારમાં વસવાટ કરતા કચ્છ કડવા પાટીદાર સમાજના અબાલ વૃદ્ધ સૌકોઈ ભક્તિમાં લીન બન્યા હતા

અમદાવાદ જીલ્લાના દસક્રોઇ તાલુકાના પીરાણા સ્થિત શ્રી દશમ કલ્કી નારાયણ અવતાર તીર્થધામ પ્રેરણાપીઠમાં ચૈત્ર સુદ બીજાના દિવસે પરંપરાગત સંઘમેળાનો વિશિષ્ઠ મહિમા રહેલો છે જેમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં વસતા કચ્છ કડવા પાટીદાર સમાજના લોકો રથ લઇ પદયાત્રા સ્વરૂપે મેળામાં ભાગ લઇ ધન્યતા અનુભવે છે અરવલ્લી જીલ્લામાંથી મોટી સંખ્યામાં કચ્છ કડવા પાટીદાર સમાજના ધર્મપ્રેમી લોકો મેળામાં પહોચતાં હોય છે મોડાસા વિભાગ દ્વારા સમગ્ર અરવલ્લી જીલ્લામાં કંપામાં રહેતા કચ્છ કડવા પાટીદાર સમાજના 400થી વધુ પદયાત્રીઓ રથ સાથે શનિવારે પ્રેરણાપિઠ શ્રી નિંષ્કલંકી નારાયણ ભગવાન પીરાણાધામ માટે પ્રસ્થાન કર્યું હતું પરંપરાગત સંઘમેળાનું ગાદીપતિ શ્રી જ્ઞાનેશ્વરજી મહારાજ અધ્યક્ષ સ્થાને યોજવામાં આવશે તેમ કચ્છ કડવા પાટીદાર સમાજના યુવા અગ્રણી કનુભાઈ પટેલે જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!