27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત જીલ્લા બાદ હવે પુરુષોત્તમ રુપાલાનો તાલુકાકક્ષાએ વિરોધ,શહેરામા કરણી ક્ષત્રિય સમાજ દ્વારા ટીકીટ...

જીલ્લા બાદ હવે પુરુષોત્તમ રુપાલાનો તાલુકાકક્ષાએ વિરોધ,શહેરામા કરણી ક્ષત્રિય સમાજ દ્વારા ટીકીટ રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર

0
100

ગોધરા
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ બાબતે કરવામાં આવેલા નિવેદનને લઈ ગોધરા ખાતે જીલ્લા કલેક્ટર કચેરી આવેદન આપ્યાના કાર્યક્રમ બાદ હવે તાલુકા કક્ષાએ પણ આવેદનપત્ર આપવાના કાર્યક્રમ શરુ થયા છે. તેમા શહેરાના મામલતદાર ધર્મેન્દ્ર પટેલને કરણી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ. અને પુરુષોત્તમ રુપાલાને આપવામા આવેલી ટીકીટ રદ કરવાની માંગ કરવામા આવી હતી.
શહેરા મામલતદારને આપવામા આવેલા લેખિત આવેદનપત્રમા જણાવામા આવ્યુ હતુ કે આગામી લોકસભાના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમભાઈ રૂપાલા ધ્વારા એક જાહેર સભામાં ક્ષત્રિય રાજપુત સમાજને અપમાનીત કરતા શબ્દો ઉચ્ચારવામાં આવ્યો હતો,જેને લઈને સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણી દુભાવી છે. જેના કારણે સમાજમાં તેના તિવ્ર પ્રત્યાઘાતો પડયા છે. ખરી હકીકતે, ક્ષત્રિય રાજપૂત સમાજે ભારત દેશની એકતા અને અખંડીતતા માટે પોતાનુ સર્વસ્વ સમર્પિત કરીને દેશના 562 જેટલા રજવાડાઓ સોંપી દીધા હતા. જેમાં ગુજરાતના પણ તમામ રજવાડાઓનો સમાવેશ થાય છે. આમ, સમગ્ર સમાજે દેશની લોકશાહી માટે મહત્વ પૂર્ણ યોગદાન આપ્યું. તેમ આવેદનપત્રમા જણાવા આવ્યુ હતુ. આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ જે.બી.સોલંકી સહિત હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!