28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લીઃ બાયડ તાલુકાના નવા ઉંટરડા ગામે ખેલાયો ખુની ખેલઃપતિએ પત્નીનું તિક્ષ્ણ હથિયાર...

અરવલ્લીઃ બાયડ તાલુકાના નવા ઉંટરડા ગામે ખેલાયો ખુની ખેલઃપતિએ પત્નીનું તિક્ષ્ણ હથિયાર વડે મોત નિપજાવી પોતે ગળાફાંસો ખાધો

0
99

સમગ્ર ઘટનાથી પંથકમાં ચકચાર મચી જવા પામી

માનવતાને લજવે એવી શર્મસાર ઘટના બાદ પણ આંબલીયારા પોલીસની શંકાસ્પદ ભુમિકાઃમિડીયાને માહિતી આપવામાં ઠાગાઠૈયા

એવું તો શું થયું કે નિવૃત શિક્ષકે પોતાની અર્ધાગીનીની હત્યા કરી પોતે ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો બિમારી કારણભુત હોઈ શકે છે

બાયડ તાલુકાના નવા ઉંટરડા ગામે માનવતાને શર્મસાર કરે અને દાંપત્યજીવનને લજવી નાખે તેવી ઘટના સામે આવતાં વાત સાંભળી આમ જનતામાં ચકચાર મચી જવા પામી છે….!!!

વ્યવસાયે નિવૃત્ત શિક્ષક એવા નવા ઉંટરડા ગામના શખ્શે પોતાની પત્નીનું મધ્યરાત્રીએ ગ્રાઈન્ડર થી ગળું રહેંસી નાખી હત્યા કરી પોતે પણ ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણી દેતાં નવા ઉંટરડા ગામ પણ વિચારે ચઢી ગયું છે…!!!!
એવું તે શું બન્યું કે શિક્ષક જેવા ભણેલા ગણેલા પુરુષે નિવૃત્ત જીવનમાં પત્નીની હત્યા કરી…???
વધુ પ્રાપ્ત વિગતો મુજબ નવા ઉંટરડા ગામે રહી નિવૃત્ત જીવન ગાળતા વ્યવસાય શિક્ષક એવા વિષ્ણુભાઈ મણીભાઈ પ્રજાપતિએ સોમવારે મધ્યરાત્રીએ પોતાના જ ઘરમાં પોતાની પત્ની લક્ષ્મીબેન(કુસુમબેન)નું ગ્રાઈન્ડર મશીન વડે ગળુ રહેંસી નાખી મોત નિપજાવી દઈ પોતે પણ ઘરમાં જ ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણી દીધો હતો.
આમ હત્યા અને આત્મહત્યાની બેવડી ઘટનામાં નિવૃત જીવન ગાળતાં દંપતિને સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. જે સંતાનો પણ બહાર રહે છે.
હવે સવાલ એ થાય છે કે, ભણેલા ગણેલા નિવૃત શિક્ષક વિષ્ણુભાઈને એવું તો શું સુઝ્યું પોતે પોતાની જીવનસંગિનીની હત્યા કરી પોતે પણ ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણી દીધો…??

સમગ્ર નવા ઉંટરડા પંથકમાં વહેલી સવારથી જ આ ઘટના ટોક ઓફ ધ ટાઉન હોવા છતાં મોડેથી ઘટના સ્થળે પહોંચેલી આંબલીયારા પોલીસે મીડિયાને પણ માહિતી આપવામાં ઠાગાઠૈયા કર્યા હતા
સમગ્ર ઘટના બાબતે આંબલીયારા પોલીસે હત્યા કરનાર અને પોતાના જીવનનો આત્મહત્યા કરી અંત કરનાર વિષ્ણુભાઈ મણીભાઈ પ્રજાપતિ સામે ગુનો નોંધી લાશોને જીતપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ ચલાવી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!