પાંચ લાખથી વધુ મતોની લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
ગોધરા,
ગુજરાતમાં લોકસભાની ચુટણીનો માહોલ ધીમધીમે જામી રહ્યો છે. ગુજરાતમા મે માસમા યોજાનારા મતદાનને લઈને ભાજપ-કોગ્રેસ- આપ સહિતના રાજકીય પક્ષો પ્રચાર થકી વિજય મેળવવા માટે કમર કસી રહ્યા છે.મધ્ય ગુજરાતની મહત્વની ગણાતી પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે પોતાના સર્મથકો સાથે ઉમેદવારી નોધાવી હતી.અમદાવાદ રોડ ખાતે આવેલા પાર્ટી પ્લોટથી જંગી રેલી સ્વરુપે નીકળી સિવિલ લાઈન રોડ ખાતે આવેલી જીલ્લા ચુટણી અધિકારીની કચેરીએ પહોચીને જીલ્લા ચુટણી અધિકારી આશિષ કુમારને ઉમેદવારી પત્ર સુપરત કર્યુ હતુ,રાજપાલ સિંહ જાદવની સાથે ભાજપાના હોદ્દેદારો સહિત ધારાસભ્યો,રાજકીય આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજપાલસિંહ જાદવે પાંચ લાખથી વધુ લીડથી મત મેળવી વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગુજરાતમા લોકસભાની ચુટણીને લઈને ઉમેદવારી ફોર્મ ભરવાનુ જાહેરનામુ તબ્બકાવાર જાહેર થતાની સાથે ઉમેદવારો ફોર્મ ભરવાની પ્રકિયા શરુ કરી દીધી છે. પંચમહાલ લોકસભા બેઠક માટે આજે ભાજપાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે પોતાના સર્મથકો સાથે વિજય મુર્હુતમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. અમદાવાદ રોડ પર આવેલ પાર્ટીપ્લોટ ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ રેલી જીલ્લા સેવાસદન કચેરી ખાતે આવેલી જીલ્લા ચુટણી અધિકારીની કચેરી ખાતે પહોચી હતી.જીલ્લા ચુટણી અધિકારી આશિષ કુમારને ઉમેદવારી ફોર્મ સુપરત કર્યુ હતુ. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ પત્રકારોની સાથેની વાતચીતમાં 5 લાખથી વધુ મતોથી વિજય મેળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉમેદવારી ફોર્મ ભરવાના આ કાર્યક્રમમાં શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ, કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી,રાજ્યસભાના સાંસદ જસવંતસિંહ પરમાર,ભાજપના પ્રભારી નરહરી અમીન, સહિત ભાજપાના કાર્યકરો તેમજ હોદ્દેદારો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.