37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : ભિલોડા પોલીસે બે બાઇકમાંથી 39 હજારનો વિદેશી દારૂ ઝડપ્યો,LCBએ અને...

અરવલ્લી : ભિલોડા પોલીસે બે બાઇકમાંથી 39 હજારનો વિદેશી દારૂ ઝડપ્યો,LCBએ અને પેરોલફર્લો ટીમે ફરાર ઘરફોડ ચોરને દબોચ્યા

0
127

          લોકસભા ચૂંટણી અંતર્ગત અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ ચુંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન થાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જીલ્લાના માર્ગો પરથી થતી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા અને ગુજરાત સહિત અન્ય રાજ્યમાં ગુન્હા આચરી નાસતા-ફરતાં આરોપીઓને ઝડપી પાડવા પોલીસતંત્રને આદેશ આપતા પોલીસ સતત દોડાદોડી કરી રહી છે.                       

 

ભિલોડા પીઆઇ એચ.કે.ગરાસિયા અને તેમની ટીમે ભાણમેર ગામમાં આવેલ ઝાંઝરી આંતરરાજ્ય સરહદ પર સઘન પેટ્રોલિંગ હાથધરી બે પલ્સર બાઈક પર દારૂની ખેપ નિષ્ફળ બનાવી એક બૂટલેગરને દબોચી લીધો હતો ભાણમેર રોડ પર બુટલેગરો બે પલ્સર બાઇક પર વિદેશી દારૂની ખેપ મારતા હોવાની બાતમી મળતાં નાકાબંધી કરી બે પલ્સર બાઇક પરથી વિદેશી દારૂની બોટલ નંગ-121 કિં.રૂ.39 હજાર અને બે બાઈક સહિત અન્ય મુદ્દામાલ એક લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આશિષ અમૃત ભગોરા (રહે,ભગોરા પાટીયા-રાજ)ને દબોચી અન્ય બાઇક પર દારૂની ખેપ મારનાર ફરાર બુટલેગર સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી                                                                

અરવલ્લી એલસીબી પોલીસે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ રાજુ ઉર્ફે રાજેન્દ્ર જીવો ઉર્ફે ગંગા અહારી (રહે,ધામોદ-રાજ)ને બીંછીવાડા બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો જીલ્લા પેરોલ ફર્લો ટીમે રાજસ્થાનમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ અને સજા વોરંટના નાસતા-ફરતાં આરોપી અજીત હસન મુલતાની (ચાંદટેકરી)ને તેના ઘર નજીકથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!