ઉનાળાની શરૂઆત થતાની સાથે વીજ શોર્ટ સર્કિટની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતો હોય છે ખેતરમાંથી પસાર થતાં વીજતારમાં સ્પાર્ક થતાં ખેતરમાં ઉભો પાક બળીને ખાખ થઈ જતા ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાઈ રહ્યો છે મોડાસા તાલુકાના નાની ઈસરોલ ગામમાં રાત્રિના સુમારે ખેતરમાંથી પસાર થતાં લચકતા વીજતારને લીધે શોર્ટ સર્કિટ થતાં એક વીઘા ખેતરમાં લણણી કરી તૈયાર મકાઇનો પાક અને ઘાસ આગમાં ખાખ થતાં ગરીબ ખેડૂતના માથે આભ તૂટી પડ્યું હતું વીજતંત્ર સર્વે કરાવી ખેડૂતને થયેલ નુકશાનનું વળતર ચૂકવવામાં આવેની ખેડૂતે માંગ કરી હતી
મોડાસા તાલુકાના નાની ઇસરોલ ગામમાં રહેતા સુરેશભાઈ કોદરભાઇ તરાર બે વીઘા જેટલી જમીનમાં ખેતી કરી જીવનનિર્વાહ ચલાવી રહ્યા છે રવી સિઝનમાં બે વીઘા જમીનમાં મકાઈની વાવણી કરી મોંઘીદાટ દવાઓનો છંટકાવ અને ખાતરનો ખર્ચ કરી ભારે જહેમત બાદ મકાઇનો પાક તૈયાર થતાં ખેડૂતના ચહેરા પર ખુશી જોવા મળી હતી ખેડૂતે મકાઈ નો પાક લણણી કરી મકાઈ ડોડા અને ઘાસ ખેતરમાં રાખી ખેડૂત પરિવારે ઘરે લઇ જવાની તૈયારી આદરી હતી ગત રાત્રીએ ખેતરમાંથી પસાર થતાં વિજતારમાં શોર્ટ સર્કિટ થતા મકાઈનો પાક અને ઘાસ આગમાં ખાખ થઈ જતા ખેડૂત પરિવાર હતાશામાં ગરકાવ થઈ ગયો હતો નાના ખેડુતની ચાર મહિનાની ખેતી ખાખ બનતા ખેડુતની આર્થિક નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે