37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો ફરી ગુજરાત પ્રવાસ, 15 દિવસમાં બીજીવાર શાહનો...

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો ફરી ગુજરાત પ્રવાસ, 15 દિવસમાં બીજીવાર શાહનો પ્રવાસ

0
280

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ કે જેમનો મત વિસ્તાર ગાંધીનગર છે જેમાં ખાસ કરીને માણસાના તેઓ વતની છે. ત્યારે બે દિવસ પહેલા જ તેમનો તેમના મત વિસ્તારમાં પ્રવાસ હતો ત્યારે તેઓ ફરી તેમના મતવિસ્તાર ખાતે આવી રહ્યા છે. 10 એપ્રિલના રોજ તેઓ ગાંધીનગર આવી રહ્યા છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહ તેમના મત વિસ્તાર ને લઈને હંમેશા સંવેદનશીલ રહ્યા છે ત્યારે કલોલમાં વિવિધ ખાતમુહૂર્ત અને વિકાસના કામોના લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે બે દિવસ પહેલા જ કરવામાં આવ્યા છે ત્યારે આ વખતે તેઓ ગાંધીનગર નેશનલ ડેરી ડેવલપમેન્ટના પ્રાેગ્રામના ઉદઘાટનમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે. 15 દિવસમાં શાહ નો આ બીજો ગુજરાત પ્રવાસ છે અને મહિનામાં તેઓ ત્રીજીવાર આવશે અગાઉ સૂરતના એક પ્રાેગ્રામમાં પણ ગુજરાત આવ્યા હતા. આ સાથે સાથે તેઓ નેશનલ સાયન્સ ફોરેન્સિક યુની. ખાતેના પણ એક પ્રોગ્રામમાં હાજરી આપશે.

અગાઉ કલોલની અંદર રોગચાળો દૂષિત પાણી પીવાના કારણે ફાટી નીકળ્યો હતો તેના કારણે અમિત શાહ નારાજ થયા હતા અને અધિકારીઓ પાસેથી રિપોર્ટ પણ માંગ્યો હતો કેમ કે આ પહેલા પણ પીવાના પાણીની અંદર દૂષિત પાણીની પાઈપલાઈન ભરવાના કારણે મોટો રોગચાળો ફાટ્યો હતો ત્યારે ફરી આ ઘટના બનતા અમિત શાહ એક્શનમાં આવ્યા હતા અને મુખ્યમંત્રી સાથે પણ વાત કરી હતી ત્યારે ફરી અમિત શાહ તેમના મત વિસ્તાર કલોલ ગાંધીનગર માં આવી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!