29.7 C
Gujarat
Wednesday, September 2, 2026
Home ક્રાઇમ અરવલ્લી : શામળાજી પોલીસે બે કારમાંથી 1.85 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, ગુજરાતમાં...

અરવલ્લી : શામળાજી પોલીસે બે કારમાંથી 1.85 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, ગુજરાતમાં વિદેશી દારૂના પાઉચની ડિમાન્ડમાં વધારો

0

     

 

અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર પ્રોહિબિશનની સખ્ત અલમાવરી માટે સતત દોડાદોડી કરી બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે બુટલેગરો ચૂંટણી માં થતી દારૂની રેલમછેલ કરી નાંણા કમાઈ લેવા અધીરા બન્યા છે લોકસભાની ચૂંટણી અંતર્ગત આંતરરાજ્ય સરહદો પર નાકાબંધી કરી સઘન ચેકિંગ હાથધર્યું છે શામળાજી પોલીસે થોડા દિવસના વિરામ બાદ વધુ બે કારમાંથી 1.85 લાખના વિદેશી દારૂ સાથે એક બુટલેગરને દબોચી લીધો હતો                                                                             

 

શામળાજી પીએસઆઇ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથધરી બાતમીદારો સક્રિય કરી વિદેશી દારૂની ખેપ નિષ્ફળ બનાવી રહી છે રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે આવતી કીઆ કંપનીની કારને પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતા બુટલેગરે કાર રિવર્સ કરી પરત રાજસ્થાન તરફ ભગાવવા જતા પાછળ સિંગલ પટ્ટી રોડ હોવાથી કાર નહીં વળતા બુટલેગરો કાર રોડ પર મૂકી ફરાર થઈ જતા પોલીસે કારમાંથી વેદેશી દારૂની બોટલ નંગ-300 કિં.રૂ.150000 સહિત 5.50 લખાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસ કારનો કેસ નોંધવા તજવીજ હાથધરી હતી ત્યારે વધુ એક સેન્ટ્રો કાર વિદેશી દારૂ ભરેલી ઝડપી લીધી હતી પોલીસે કારમાંથી વિદેશી દારૂના પાઉચ 282 અને પ્લાસ્ટિકના ક્વાટરીયા 198 મળી કુલ નંગ-480 કિં.રૂ.34380/- તેમજ કાર મળી કુલ.રૂ.234380/-નો જથ્થો જપ્ત કરી કાર ચાલક બુટલેગર મદનલાલ લક્ષ્મણ લાલ વૈષ્ણવ (રહે,પાલડી-રાજ) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!