શામળાજી પોલીસ સ્ટેશનના પાંચ કર્મીઓ મેઘરજ બંદોબસ્તમાં કાર લઈને નીકળ્યા હતા ખોડંબા નજીક બંપ પર પોલીસની કાર ધીમી પડતાં પાછળ પુરપાટ ઝડપે આવતી રાજસ્થાન પરિવહન નિગમની બસે ધડકાભેર ટક્કર મારતા કારની પાછળના ભાગનો કૂદડો બોલાઈ જતા કારમાં સવાર પાંચ પોલીસકર્મીઓના શરીરે ઈજાઓ પહોચતાં સારવાર અર્થે દવાખાને ખસેડ્યા હતા સદનસીબે જાનહાની ટળતા પોલીસ અને અકસ્માત સ્થળે દોડી આવેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો
મોડાસા-શામળાજી હાઇવે પર ખોડંબા નજીક સ્પીડ બ્રેકર બંપ પર કાર ને પાછળથી રાજસ્થાની બસે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 1)હરીશ બાબુભાઈ 2)બ્રિજેશ કમલેશભાઇ,3)વિનોદ સોમાભાઇ,4)મુકેશભાઈ અમરાજી અને 5)વિનોદ મુલચદ ભાઈ નામના પોલીસકર્મીઓ મેઘરજ તાજિયાના બંદોબસ્તમાં ખાનગી કારમાં મંગવારે સાંજના સુમારે નીકળ્યા હતા શામળાજી અડીને આવેલ ખોડંબા ગામ પર બનાવેલ સ્પીડ બ્રેકર પર કાર ધીમી પાડતા પાછળથી પૂરઝડપે ગફલતભરી રીતે હંકારી આવતી રાજસ્થાન પરિવહન બસના ડ્રાઈવરે ધડકાભેર ટક્કર મારતા કારનો કડૂચલો વળી ગયો હતો કારમાં સવાર પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થતાં અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ તાબડતોડ સારવાર અર્થે દવાખાને ખસેડી દીધા હતા હાલ પોલીસ કર્મીઓની સ્થિતિ સામાન્ય હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી





